અમદાવાદમાં રીક્ષાઓના જમાવડા, લોકો પરેશાન - AHD
અમદાવાદઃ નારોલ ચાર રસ્તા સર્કલ પાસેથી પસાર થનારા વાહનો માટે સર્કલ પસાર કરવો ઘણો અઘરો પડે છે. કારણ કે, ત્યાં ઓટો રીક્ષાના જમાવડાના કારણે અકસ્માત સર્જી શકે તેમ છે.
અમદાવાદના નારોલ ચાર રસ્તા સર્કલ પાસેથી પસાર થનારા વાહનો માટે સર્કલ પસાર કરવો ઘણો અઘરો પડે છે. કારણ કે, અહીં ઓટો રીક્ષાના જમાવડા જોવા મળે છે. જેના કારણે રોંગ સાઈડમાં ગમે ત્યાંથી રીક્ષાઓ રાહદારીઓને ઉભા રાખીને શટલ ભરતા હોવાથી ગમે ત્યારે બ્રેક મારી દેતા હોય છે. જેથી પાછળથી આવતા પૂરપાટ ટ્રક તેમજ લક્ઝરી જેવા મોટા વાહનો ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. તે જ વિસ્તારમાં પોલીસ ચોકી હોવા છતાં પોલીસની નજર હેઠળ નારોલ સર્કલ પર રિક્ષાઓને કેમ ઉભી રાખવામાં આવે છે, તે સામાન્ય જનતા પણ સમજી શકે તેમ છે. જો કે આવનારા દિવસોમાં જોવાનું એ રહ્યું કે, અમદાવાદમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા કડક પગલાં લેવાશે અને હલચલ મચાવી દેનારા પોલીસ કમિશ્નર આ માટે શું પગલાં લે છે ?? જેનાથી સામાન્ય જનતાને રાહત થઇ શકે.