યુવાનો સાથે વિશેષ સંવાદ માટે સામ પિત્રોડા અમદાવાદના આવી પહોંચ્યા હતા, ત્યારે સંવાદ પહેલા તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને કોંગ્રેસના મેનિફેસ્ટોને મીડિયા સમક્ષ જાહેર કર્યો હતો.
કોંગ્રેસના મેનિફેસ્ટો પર ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ફરીને લોકોની વાતો જાણી લોકોના મુદ્દાઓ વિચારી કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ 52 મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિજેતા બનશે અને સત્તા પર આવશે તો ચોક્કસ તે અમલ કરવામાં આવશે.તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ફક્ત વાયદાઓ નથી કરતી જે બોલે છે તે કરીને બતાવે છે.
તો આ સાથો સાથ તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, તેઓ વિના શર્મ ભારતના લોકોને જૂઠ્ઠુ બોલે છે અને લોકો તેમની વાતો માને પણ છે. જેના કારણે કોંગ્રેસે ભારતના નિર્માણમાં જે યોગદાન આપ્યું છે તેના વિશે યુવાનોને વધુ જાણકારી નથી મળી રહી. લોકોને ખોટી રીતે ગુમરાહ કરવામાં આવે છે.વડાપ્રધાન જે કોઇપણ વાત બોલે એ સત્ય જ હોય એ જરૂરી નથી.કોંગ્રેસ પાર્ટી સત્યને બહાર લાવવાનું કામ કરે છે અને સત્યની આ લડાઈ છે હવે કોંગ્રેસ પાર્ટી આમાં વિજેતા બનશે.