ગુજરાત

gujarat

ETV Bharat / state

વેસ્ટર્ન રેલવેના રિઝર્વેશન કાઉન્ટર દ્વારા પહેલા જ દિવસે 26 લાખ રૂપિયાની ટિકિટનું વેચાણ - મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન

રેલવે દ્વારા પહેલી જૂનથી 200 જેટલી ટ્રેનો દોડાવવામાં આવનાર છે.જેનું ટિકિટ બુકિંગ ઓનલાઇન ઉપરાંત રેલવે સ્ટેશનના રિઝર્વ સેન્ટર, પોસ્ટ ઓફિસ, ઓથોરાઇઝ એજન્ટ, ટુરિઝમ કોર્પોરેશન જેવી જગ્યા પરથી શકે છે. ત્યારે ગઈ કાલે પહેલા જ દિવસે વેસ્ટર્ન રેલવે દ્વારા ઓફલાઇન 26,10,710 રૂપિયાની ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું

railway
વેસ્ટર્ન રેલવે

By

Published : May 23, 2020, 11:25 AM IST

અમદાવાદ : ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન રેલવેને 200 ટ્રેનોમાંથી 17 જોડ ટ્રેન મળી છે. સૌથી વધુ વેચાણ વેસ્ટર્ન રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનથી થયું હતું. અગાઉ જે 15 ટ્રેન દિલ્હી સહિતના દેશના જુદા જુદા મુખ્ય શહેરોને જોડતી ટ્રેન ચાલુ કરાઈ હતી. તેની ટિકિટ પણ હવે ઓફલાઈન મેળવી શકાશે. વેસ્ટર્ન રેલ્વેના કુલ 49 કાઉન્ટર પરથી 1,446 ટિકિટોનું વેચાણ થયું હતું અને 3634 પેસેન્જરોના નામે ટિકિટો બુક થઈ હતી.

ટિકિટ

જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતને કુલ 9 જોડ ટ્રેનો મળી છે. જેમાં અમદાવાદથી 8 જોડ ટ્રેન ઉપાડનાર છે.જ્યારે ગુજરાતના જુદા જુદા 11 સ્ટેશનોના રિઝર્વ કાઉન્ટર પરથી પહેલા જ દિવસે 3,66,000 રૂપિયાની ટિકિટોનું વેચાણ થયું હતું.

મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ
વેસ્ટર્ન રેલવે

ABOUT THE AUTHOR

...view details