ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના કાળમાં લોકો ફિટનેસ તરફ આગળ વધતાં અમદાવાદમાં સાઇકલનું વેચાણ ડબલ થયું - પૃથ્વીરાજસિંહ ઝાલા

પહેલીવાર અમદાવાદમાં સાઇકલની માંગ પુરવઠાને વટાવી ગઈ છે, કોવિડ 19ના કારણે સાઈકલની માંગમાં વધારો થયો છે. અમદાવાદમાં હવે સરેરાશ વેચાણમાં ટકાથી વધુનો વધારો થયો છે, આ સાથે જ મોટાભાગના નવા મોડલનું ટી બુકિંગ પણ શરૂ થયું છે.

કોરોના કાળમાં લોકો ફિટનેસ તરફ આગળ વધતાં અમદાવાદમાં સાઇકલનું વેચાણ ડબલ થયું
કોરોના કાળમાં લોકો ફિટનેસ તરફ આગળ વધતાં અમદાવાદમાં સાઇકલનું વેચાણ ડબલ થયું

By

Published : Aug 26, 2020, 2:40 AM IST

અમદાવાદઃ શહેરમાં હવે બધી જ પ્રકારના સાયકલો મળી રહી છે, પ્રોફેશનલથી માંડીને હાઇબ્રીડ બાળકોની પર્વત ચડવાની સાઇકલો હાલ માર્કેટમાં મળી રહી છે. પ્રથમ વખત એવું બનશે કે લોકોને સાયકલના મનપસંદ મોડલ અથવા રંગ ખરીદવાની રાહ જોવી પડશે. જોકે શહેરમાં પાંચ હજારથી લઈને 25 હજાર સુધીની સાઇકલ મળી રહી છે. સાયકલો ખરીદનારની સાથે ભાડે લેનાર ગ્રાહકોની સંખ્યા પણ વધી છે.

આ વલણની પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આગળ આવ્યું છે. અમદાવાદ સિટી ઓથોરિટીના જનરલ મેનેજર પૃથ્વીરાજસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે એક લોકપ્રીય ગતિશીલતા વિકલ્પ તરીકે સાઇકલ ચલાવવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી માળખાકીય સુવિધા પૂરી પાડવા માટે ક્ષમતા ધરાવે છે.

કોરોના કાળમાં લોકો ફિટનેસ તરફ આગળ વધતાં અમદાવાદમાં સાઇકલનું વેચાણ ડબલ થયું

શહેરમાં સાયકલિંગ અને તેનાથી સંબંધિત માળખાકીય સુવિધાને પ્રોત્સાહન આપવા હાઉસિંગ અને અર્બન ઓથોરિટીની મંત્રાલય જાહેર કરેલી સાયકલ ફોર ચેન્જ કરવાની તૈયારી કરી રહી છે. આ સાથે જ જાન્યુઆરી મહિનામાં 438 લોકોએ માય બાઇક સાઈકલનો ઉપયોગ કર્યો હતો. જે ઓગસ્ટમાં વધીને 9795 થયો છે.

અમદાવાદ સિટી ઓથોરિટીના જનરલ મેનેજર પૃથ્વીસિંહ ઝાલા

વધુમાં જણાવ્યું કે, શહેરમાં કેવા પ્રકારે સાયકલિંગ ટ્રેક બનાવવા તે અંગે એક કમિટી રચવામાં આવશે અને આ કમિટી નિર્ણય લેશે કે કઈ જગ્યાએ સાયકલિંગ ટ્રેક બનાવવા જેની વધુ જરૂર છે. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8000 સાયકલો અને 250 ઈબાઇક 70 જેટલા સ્ટેશન પર મૂકવામાં આવી છે. જેનો ઉપયોગ નાગરિકો કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details