લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા ઇ-નીલામી માધ્યમથી 45 કરોડ રૂપિયાના સ્ક્રેપનું વેચાણ - પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ
કોરોના વાઇરસ રોગચાળાને કારણે જાહેર થયેલા લોકડાઉનથી બધુ ઠપ થઈ ગયું હતું, અને ટ્રેનોનું પરિચાલન બંધ હોવાને કારણે રેલવેની આવક પ્રભાવિત થઈ હતી. કોરોના વાયરસ રોગચાળાના સંકટ સમયે વેસ્ટર્ન રેલ્વેના મટિરીયલ્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રેલ્વેની વિવિધ પ્રવૃત્તિઓમાંથી અનુઉપયોગી સામગ્રી (સ્ક્રેપ) વેચીને રેલવેને આવક થઈ છે.
અમદાવાદ: પશ્ચિમ રેલ્વે દ્વારા લોકડાઉન દરમિયાન કુલ 45 કરોડના સ્ક્રેપનું વેચાણ કરવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ અને વેસ્ટર્ન રેલ્વેના પ્રમુખ મુખ્ય મટિરીયલ મેનેજર જે.પી.પાંડેના માર્ગદર્શન હેઠળ રેલવેના તમામ ઝોનમાંથી સૌથી વધુ સ્ક્રેપ વેચવામાં આવ્યું છે.
એપ્રિલ અને મે, 2020 માં તમામ મંડળો પર ફેક્ટરીઓ અને રેલ્વે ટ્રેકની બાજુમાં પડેલા તમામ સ્ક્રેપ્સના પશ્ચિમ રેલ્વેના મટિરીયલ મેનેજમેન્ટ વિભાગની સૂચના અનુસાર સ્ક્રેપની ઓળખ કરવામાં આવી. સ્ક્રેપનું વેચાણ જૂન, 2020 ના મહિનામાં શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયા નું વેચાણ થયું છે. વિભાગે દર મહિને મહાલક્ષ્મી, સાબરમતી, પ્રતાપ નગર ડેપો અને મુંબઇ, વડોદરા, રતલામ, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર મંડળો દ્વારા ઇ-નીલામી કરી હતી.