અમદાવાદમાં આવતીકાલથી ચુસ્ત નિયમપાલન સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણનો થશે પ્રારંભ - lockdown 4.0 in gujarat
અમદાવાદમાં 15 મે એટલે કે શુક્રવારથી શાકભાજી, ફળ, દવાઓ અને કરિયાણાના વેચાણને અનુમતિ આપવામાં આવી છે. તેમજ દુકાનો ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે આ માટે અમદાવાદીઓએ અમુક નિયમોનું પાલન પણ કરવાનું રહેશે જેના વિશે એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ માહિતી આપી હતી.
અમદાવાદમાં લોકડાઉનના ચુસ્ત નિયમપાલન સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણનો પ્રારંભ
અમદાવાદ: એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 15 મે એટલે કે શુક્રવારથી શાકભાજી, ફળ, દવાઓ અને કરિયાણાના વેચાણનો પ્રારંભ થશે. અમદાવાદની સ્થિતિને સામાન્ય કરવા માટે આ મહત્વનું પગલું ભરાયું છે. તેના માટે વિશાળ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમજ જથ્થાનો પુરવઠો પણ પહોંચાડવામાં આવ્યો છે. 17 હજાર વિક્રેતાઓના હેલ્થ સ્ક્રિનિંગનું કામ ચાલુ છે અને શુક્રવારથી સવારે 8 કલાકથી બપોરના 3 સુધી વેચાણ ચાલુ રહેશે.
- સવારે 8થી 11 સુધીમાં માત્ર મહિલાઓ અને બાળકો જ ખરીદી કરવા જાય તેમજ પુખ્તવયના માણસો 11 કલાક પછી જાય, જેથી આવી જગ્યાઓ પર ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય.
- આ વેચાણ સતત ચાલુ રહેશે માટે ઘરમાં બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહી.
- કોરોના સામેની લડતમાં જાહેર શિસ્ત જરૂરી છે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી સમજો.
- લોકોએ ખરીદી કરતી વખતે દો ગજની દૂરી રાખવી જરૂરી છે.
- માસ્ક પહેરવું આવશ્યક છે.
- ખરીદી માટે બજારો દરરોજે સવારે 8થી બપોરે 3 કલાક સુધી ચાલુ રહેશે.
- ખરીદી કર્યા બાદ દરેકને ઘરે આવીને હાથ ધોવા, કપડાં બદલવા અને નહાવું.
- ઉપરોક્ત ક્રિયાઓને રોજીંદા જીવનનો ભાગ સમજી સેનિટાઈઝેશન પણ કરતા રહેવું.