ગુજરાત

gujarat

ETV Bharat / state

રાણિપની ગાયત્રી વિદ્યાલયમાં 6 સખી બૂથ, અહીંની તમામ પ્રકારની જવાબદારી મહિલાઓ પર - સાબરમતી વિધાનસભા બેઠક

ગુજરાત ચૂંટણી પંચે (Election Commission of Gujarat) આ વખતે નવતર પ્રયોગ અંતર્ગત મતદાન મથકો પર સખી બૂથ (Sakhi booths in Gayatri School Ranip) તૈયાર કરાવ્યા છે. ત્યારે અમદાવાદની રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી વિદ્યાલયમાં પણ 6 જેટલા સખી બૂથ રાખવામાં આવ્યા છે. અહીં તમામ પ્રકારની જવાબદારી (gujarat election 2022) મહિલાઓને સોંપવામાં આવી છે.

રાણિપની ગાયત્રી વિદ્યાલયમાં 6 સખી બૂથ, અહીંની તમામ પ્રકારની જવાબદારી મહિલાઓ પર
રાણિપની ગાયત્રી વિદ્યાલયમાં 6 સખી બૂથ, અહીંની તમામ પ્રકારની જવાબદારી મહિલાઓ પર

By

Published : Dec 5, 2022, 2:19 PM IST

અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (gujarat election 2022) મહત્તમ મતદાન થાય તે માટે ગુજરાત ચૂંટણી પંચે તમામ પ્રકારની (Election Commission of Gujarat) તૈયારી કરી છે. સાથે જ ચૂંટણી પંચે આ વખતે ગુજરાતની ચૂંટણીના ઈતિહાસમાં પહેલી વખત સખી બૂથ (Sakhi booths in Gayatri School Ranip) તૈયાર કર્યા છે, જ્યાંની સંપૂર્ણ જવાબદારી મહિલાઓ નિભાવશે. અહીં EVMથી લઈને મતદાનના અંતે EVM સીલ કરવાની તમામ કામગીરી મહિલાઓ કરશે. ત્યારે ETV Bharatની ટીમે મહિલા બૂથની મુલાકાત લઈ બૂથ કર્મચારી સાથે વાતચીત કરી હતી. આ કામગીરીથી બુથ ઓપરેટિંગ મહિલાઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે.

ચૂંટણી પંચનો નવતર પ્રયોગ ગુજરાત વિધાનસભા ચૂંટણી કમિશન દ્વારા (Election Commission of Gujarat) નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આમાં યૂથ બૂથ અને સખી બુથ તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં ચુંટણીની તમામ પ્રકારની કામગીરી મહિલા તેમજ યુવકને સોંપવામાં આવી છે. ત્યારે સાબરમતી વિધાનસભા બેઠકની (Sabarmati assembly seat) રાણીપ ખાતે આવેલી ગાયત્રી વિદ્યાલયમાં 6 સખી બૂથ (Sakhi booths in Gayatri School Ranip) તૈયાર કરવામાં આવ્યા છે.

EVM સીલ સુધીની તમામ કામગીરી મહિલાઓની

EVM સીલ સુધીની તમામ કામગીરીબૂથ ઓફિસર અંકિતા શાહે ETV BHARAT સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાણીપની ગાયત્રી વિદ્યાલયની અંદર 6 સખી બૂથ (Sakhi booths in Gayatri School Ranip) તૈયાર કરવામાં આવ્યા છે. આમાં મતદાન અધિકારી અને ફર્સ્ટ પોલિંગ સહિતના તમામ અધિકારી મહિલા ઓફિસર છે. આમાં મતદાન મથક પર ટેબલ ખુરશીથી લઇને EVM સેટ કરવું તેવી દરેક પ્રકારનું મતગણતરી અને હિસાબ મહિલા અધિકારીને આપવાનો રહેતો હોય છે. આજ ભારતના દરેક નાગરિકે મત અધિકારનો ચોક્કસપણે સારી રીતે વિચારીને સારા ભવિષ્ય માટે તેનો ઉપયોગ કરવો જોઈએ.

સ્ત્રી સશક્તિકરણની ભાવના જાગૃત કરવાનારો નિર્ણયવધુમા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રથમ અમારા માટે પ્રયોગ છે. અમે ગઈકાલે સવારના 8 વાગ્યાથી ચૂંટણીનાં કામ પર લાગ્યા છીએ. મહિલા અધિકારીઓ રાત્રે પણ રોકાણ કર્યું હતું. EVM સીલ કરવાથી લઈને જમા સુધીની તમામ કામગીરી તમામ મહિલા ટીમને કરવામાં આવી છે. અમને ખૂબ આનંદ છે. અમારા દરેક સભ્યો પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. આ કામને સફળ રીતે પૂરું પાડીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પ્રયોગથી સ્ત્રી સશક્તિકરણની ભાવના જાગૃત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details