અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં ડી-માર્ટ નજીક આવેલા હર્ષદ કોલોની ખાતે દિલીપભાઈ રહે છે. આ દિલીપભાઈને 3 દીકરીઓ છે. જેથી પુત્ર માટે મોટી દીકરીએ માનતા માની હતી, પરંતુ ચોથી પણ દીકરી આવતા માઠું લાગી આવ્યું હતું. જેથી મોટી દીકરી ભૂમિકાએ આપઘાત કરી લીધો છે.
અમદાવાદઃ 2 બહેનો બાદ ત્રીજો ભાઈ ન આવતા સગીરાએ કર્યો આપઘાત - સગીરાએ આપઘાત કર્યો
પુત્ર પ્રાપ્તિની ઘેલછા હજુ પણ લોકોમાં જોવા મળે છે અને પુત્ર માટે લોકો અનેક હદ પાર કરી દેતા હોય છે, ત્યારે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાને 2 બહેનો હતી અને ત્રીજી પણ બહેન આવતા 15 વર્ષની સગીરાએ આપઘાત કરી લીધો છે.
અમદાવાદ
શુક્રવારે ભૂમિકાની માતાએ દીકરીને જન્મ આપ્યો હતો. જેના 1 કલાક બાદ સવારે ભૂમિકાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે જાણ થતાં બાપુનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસને પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પોતાને 2 બહેન હોવાથી ત્રીજી પણ બહેન જ આવતા ભૂમિકાએ આપઘાત કરી લીધો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.