ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની મહામારીમાં સાધુ પ્રેમવત્સલ દાસજીએ લોકોને સ્વાવલંબી બનવા કરી અપીલ - corona virus latest news

કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં છેલ્લા 52 દિવસથી લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં લોકોને સાવચેત રહેવા તેમજ ઘરમાં જ રહેવા અમદાવાદના કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજી સ્વામીએ કોરોના સામે લડવા લોકોને આત્મનિર્ભર થવા કહ્યુ હતુ.

Sadhu Premvatsal Dasji appeals to people
Sadhu Premvatsal Dasji appeals to people

By

Published : May 15, 2020, 1:48 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસ ભારતમાં ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. શહેરના મણિનગર ખાતે આવેલા કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજી સ્વામીએ લોકડાઉનના આવા કપરા સમયમાં સૌએ આત્મનિર્ભર એટલે કે સ્વાવલંબી બનવું જોઈએ તેના પર ભાર મૂકી અને પ્રજાને અપીલ કરી હતી કે, પ્રજાએ સ્વાવલંબી બની અને સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરવું જોઈએ. સાથે સાથે આત્મનિર્ભર બન્યા પછી જ તમે કોરોના જેવી મહામારીમાં કોઈ પણ ચિંતા કર્યા વગર માનસિક ચિંતાઓથી બચી શકો તેમ છો.

કોરોનાની મહામારીમાં સાધુ પ્રેમવત્સલ દાસજીએ લોકોને સ્વાવલંબી બનવા કરી અપીલ

એમ પણ કહી શકાય કે, પ્રજા અને નેતાઓની સાથે સાથે ધર્મગુરુઓ પણ કોરોનાની મહામારીમાં કેવી રીતે ઉગારી શકાય તેમજએ લોકડાઉનના સમયમાં આપણે સૌ કોઈએ આત્મનિર્ભર એટલે કે સ્વાવલંબી બનવું જોઈએ. એ વિષય પર સાધુ પ્રેમવત્સલ દાસજી કુમકુમ મંદિર દ્વારા સમગ્ર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી અને સાધુ-સંતો દ્વારા પણ કોરોનાને નાથવા માટેની સ્વૈચ્છિક જવાબદારી સમજી અને ભક્તોને આદેશ અને સૂચના કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details