ગુજરાત

gujarat

ETV Bharat / state

આગામી 5 દિવસ સુધી રાજ્યમાં નહિવત વરસાદ પડવાની સંભાવના - sad news

અમદાવાદ: ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી છે. ત્યારે હવે વરસાદને લઈ માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસ ગુજરાતમાં નહિવત વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

drfh

By

Published : Jul 10, 2019, 4:42 AM IST

દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડ્યો છે. વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી છે. અને વાવણી બાદ વરસાદ ન આવે તો કપાસ, તુવેર, મગફળી સહિતના પાકમાં તરકિંડીનો રોગ આવી શકે છે. પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતો માટે આ સારા સમાચાર નથી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની સાંભવના ખૂબ ઓછી છે. જયારે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.વરસાદની ધમાકેદાર ઇનિંગ બાદ હવામાન વિભાગ દ્વારા વરસાદના વિરામની આગાહી કરતા ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details