ગુજરાત

gujarat

ETV Bharat / state

'નમામિ દેવી નર્મદે' મહોત્સવ નિમિત્તે રિવરફ્રન્ટમાં મહાઆરતી દ્વારા નર્મદા નીરના વધામણા - latest news of pm modi birthday

અમદાવાદ: ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાલી કરવામાં આવેલી સાબરમતી નદી સહિતના જળાશયો પાણીથી છલોછલ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 70 વર્ષમાં ઐતિહાસિક સપાટીએ છે. જેના વધામણા વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસે કરશે. સાબરમતી નદીમાં સ્કુબા ડાઈવિંગ અને એરબોટ સાથે જેટસ્કીની રાઇડ શરૂ કરવામાં આવશે.

river

By

Published : Sep 16, 2019, 8:01 PM IST

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના આદેશ બાદ અમદાવાદમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસે સાબરમતી નદીમાં સ્કુબા ડાઈવિંગ અને એરબોટ સાથે જેટસ્કીની રાઇડ શરૂ કરવામાં આવશે. પ્લાસ્ટીકના ઉત્પાદન સામે લાલ આંખ કરનારી AMC શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના મિશનની પણ શરૂઆત કરશે.

'નમામિ દેવી નર્મદે' મહોત્સવ નિમિત્તે રિવરફ્રન્ટમાં મહાઆરતી દ્વારા નર્મદા નીરના વધામણા

રિવરફ્રન્ટ પર વોટર-સ્પોર્ટ્સ એડવેન્ચરનું આયોજન કરવામાં આવશે. જેમાં બે એર બોટ અને બે જેટ સ્કી, દસ અલગ-અલગ રેસ્ક્યુ બોટ, પાણીમાં ઉંડે ઉતરવા માટે ચાર સ્કુબા ડાઈવિંગ તથા ચાર બોટ વગેરેનું નિદર્શન પણ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર મહાઆરતી બાદ નર્મદા નીરના વધામણા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details