અમદાવાદઃસાબરકાંઠા પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમાં પોક્સો અને એટ્રોસિટી સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે ધારાસભ્યએ જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી અંગે સુનાવણી થઈ હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આંશિક રાહત આપી છે અને 2 માર્ચ સુધી ધરપકડ પર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.
આ પણ વાંચોઃGujarat HC: ગજેન્દ્રસિંહ પરમાર ધરપકડથી બચી ન જાય એટલે રાજસ્થાન પોલીસે HCમાં રજૂ કરી એફિડેવિટ
2 માર્ચ સુધી ધરપકડ પર રોકઃ રાજ્યના પૂર્વ પ્રધાન અને વર્તમાન પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે રાજસ્થાનમાં ગુનો નોંધાયો હતો. તે સંદર્ભે તેમની ધરપકડ કરવા રાજસ્થાન પોલીસ સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે કરેલી જામીન અરજીના કારણે હજી સુધી ગજેન્દ્રસિંહ પરમાર ધરપકડથી બચી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ફરી એક વાર વચગાળાની રાહત આપી છે. સાથે જ 2 માર્ચ સુધી તેમની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે.
રાજસ્થાન પોલીસ એફિડેવિટ ફાઈલ કરશેઃ ગુજરાત હાઈકોર્ટે રાજસ્થાન પોલીસને વચગાળાનો હુકમ કર્યો છે. સાથે જ ગજેન્દ્રસિંહ પરમારની 2 માર્ચ સુધી ધરપકડ ન કરવા માટેનો આદેશ કર્યો છે. તો હવે રાજસ્થાન પોલીસ 2 માર્ચે ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરશે. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.