અમદાવાદઃરશિયા અને યૂક્રેન વચ્ચે તંગદીલી યુધ્ધનો માહોલ (Russia Ukraine Crisis)ચાલી રહ્યો છે. જેના કારણે યૂક્રેનમાં અભ્યાસ માટે ગયેલા પોતાના સંતાનોને લઈ માતાપિતા મન શ્વાસ (Indian student in Ukraine)અધ્ધર થઈ ગયા છે. અમદાવાદના એસ.ટી. વિભાગમાં (ST of Ahmedabad Section)કામ કરતા નીતિનભાઈના પુત્ર મૃણાલ પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં યૂક્રેનમાં ચાલી રહેલી તંગદીલી વિશે જણાવ્યું હતું. ત્યારે સમગ્ર દુનિયાની નજર હાલ રશિયા અને યુક્રેન વચ્ચે જોવા મળી રહેલી તણાવ ભરેલી પરિસ્થિતિ પર છે. આ બંને દેશો વચ્ચે યુદ્ધ છેડાઇ ગયું છે. દરેક દેશો પોતાના(INDIAN EMBASSY IN UKRAINE) રાજદૂતોને પરત બોલાવી રહ્યા છે.
માહોલ ખૂબ જ તણાવભર્યો
રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં સમગ્ર યુક્રેનને આર્મીના હવાલે કરવામાં આવ્યું છે. ભારતીય વિદ્યાર્થી મૃણાલ પંડ્યા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે યુક્રેનમાં અમને ક્યાંય બહાર નીકળવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે જ્યાં છો ત્યાં જ રહો તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્યાં ઇમરજન્સી જાહેર કરવામા આવ્યું છે. હાલમાં ત્યાંનો માહોલ ખૂબ જ તણાવ ભર્યો છે.