અમદાવાદ: લોકડાઉન 4 પૂર્ણ થવાના આરે છે અને લોકડાઉન 5 શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયામાં હવે અફવા ફેલાઈ રહી છે. જેમાં એક વ્યક્તિએ 'અબ સીટી આર્મી કો સોંપને જા રહે હૈ, કૃપયા સબ કુછ ઘર મેં સ્ટોક કર લો' તેવી પોસ્ટ વાયરલ થઈ હતી. જે મામલે સાયબર ક્રાઈમેં ગુનો નોંધ્યો છે.
લોકડાઉન-5 શરૂ થતાં પહેલાં અમદાવાદમાં આર્મી ઉતરવામાં આવશે તેવી સોશિયલ મીડિયામાં અફવા - social media Ahmedabad
લોકડાઉન 4 પૂર્ણ થવાના આરે છે અને લોકડાઉન 5 શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયામાં હવે અફવા ફેલાઈ રહી છે. જેમાં એક વ્યક્તિએ 'અબ સીટી આર્મી કો સોંપને જા રહે હૈ, કૃપયા સબ કુછ ઘર મેં સ્ટોક કર લો' તેવી પોસ્ટ વાયરલ થઈ હતી. જે મામલે સાયબર ક્રાઈમેં ગુનો નોંધ્યો છે.
સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા PSI આર.એસ. પોરવાલે ફરિયાદ નોંધાવી છે કે, ગુલામ હુસેન કાલદર નામની પ્રોફાઈલ પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સંપૂર્ણ અમદાવાદ અને સુરત રવિવારથી 14 દિવસ માટે લોકડાઉન કરવામાં આવશે અને શહેર સેનાને હવાલે કરવામાં આવશે, માટે કૃપા કરીને બધા જરૂરી વસ્તુનો સ્ટોક કરી લેશો. ફક્ત દૂધ અને દવાઓ જ ઉપલબ્ધ થશે તેવી અફવા સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી. વધુમાં લખ્યું હતું કે, ગુજરાત સરકારની બેઠક ચાલી રહી છે, જેમાં અમદાવાદ શહેર કોઈ પણ સમયે પૂર્ણ બંધ કરવાની જાહેરાક કરવામાં આવશે. તેમ સોશિયલ મીડિયામાં અફવાઓ ઉડી હતી.
સરકારે આ પ્રકારની કોઈ જ જાહેરાત નહીં કરી હોવા છતાં સોશિયલ મીડિયામાં આ પ્રકારની ખોટી પોસ્ટ મુકવામાં આવી છે. જેને લઈને પોસ્ટ મુકનારા એકાઉન્ટ સામે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરાઇ છે.