અમદાવાદઃરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો (Mohan Bhagwat ahmedabad) સમયાંતરે અમદાવાદની મુલાકાત લે છે. આ વખતે તેઓ એક ખાસ કાર્યક્રમ અંર્તગત અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. બુધવારે (તા.14.9.2022) મહોન ભાગવત અમદાવાદમાં હજારી આપીને સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઔર અંર્તગત એક ખાસ સેમીનારમાં (RSS Swadhinta se Swatantrata) આવશે. આ એક દિવસીય સેમિનારનું ગુજરાત યુનિવર્સિટી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોહન ભાગવત ખાસ હાજરી આપશે.આ સાથે અનેક મહાનુભાવો હાજરી આપશે.
RSS સુપ્રીમો મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે, ગુજરાત યુનિ. હોલમાં મોટો કાર્યક્રમ - gujarat University hall
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુપ્રીમો મોહન ભાગવત (Mohan Bhagwat ahmedabad) બુધવારે અમદાવાદની મુલાકાત કરવાના છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS Swadhinta se Swatantrata) સ્વાધીનતા સે સ્વંત્રતા કી ઔર કાર્યક્રમ અંતર્ગત એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી સંઘના સભ્યો જોડાશે.
RSS સુપ્રીમો મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે, ગુજરાત યુનિ. હોલમાં મોટો કાર્યક્રમ
ખાસ મહેમાનઃરામજન્મભૂમિ ન્યાસના કોષાધ્યક્ષ પૂ ગોવિંદ દેવગીરીજી હાજરી આપશે. અમદાવાદની ગુજરાત યુનિવર્સીટી ખાતે ભારતીય વિચાક મંચ દ્રારા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવત,સાંસદ અને પ્રસિદ્ધ વિચારક સુધાંશુ ત્રિવેદી, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના અધ્યક્ષ નિવેદીતા ભીડે તેમજ પુનરૂથાન વિદ્યાપીઠ ના કુલાધિપતી ઈન્દુમતી કાટદરે સહિતના મહાનુભાવો હાજર રહેશે. આ કાર્યક્રમમાં મોહન ભાગવત સંબોધન કરશે.