અમદાવાદઃRSSના વડા મોહન ભાગવત બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં "સમાજશક્તિ સંગમ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મોહન ભાગવતે સ્ટેજ પર ડો. બાબા આંબેડકરની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ RSSના સ્વંયમસેવકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંઘના ધ્વજને લહેરાવીને ગીત ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ RSS વડા મોહન ભાગવતે 8 વર્ષ બાદ જાહેર સભામાં સ્વયં સેવકોને સંબોધન કર્યું હતું.
જોઈએ એવું પરિવર્તન નથી આવ્યું: મોહન ભાગવતે સ્ટેજ પરથી સંબોધન કરતાં કહ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ આજે ઉજવાઈ રહ્યો છે. દર મહિનાની 14 તારીખ પરિવર્તનની તારીખ હોય છે. ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ એક એવી ઘટના હતી કે કોઈએ ધ્યાન નથી આપ્યું. પરિવર્તન આવવું જોઈએ જે આવ્યું નથી. બાબા સાહેબ આંબેડકર સહિત અનેક લોકો સાથે રહી ને દેશ માટે કામ કર્યું છે. બાબા સાહેબે સંવિધાન બનાવ્યું. બાબા સાહેબે એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું. દેશમાં સામાજિક સમરસતા લાવવી જરૂરી છે.
સમાજમાંથી ભેદને મિટાવવો પડશે. આપણે એ દિશામાં આગળ વધવાનું છે. દેશમાં વિદેશી નહિ જોઈએ આપણે આપણું રાજય એટલે જોઈએ કેમ કે ગુલામીમાં પોતાની અભિવ્યક્તિ નથી હોતી. સ્વતંત્ર બનવા સ્વતંત્ર થયા છીએ. વિદેશી લોકો અહીંયા આવ્યા ત્યારે કોઈ પણ વસ્તુ તેમને અનુકૂળ નહોતી તેમ છતાં કેમ અહીયા આટલા વર્ષ સુધી રાજ કર્યુ કારણ કે ભારત તે સમયે સૌથી સમૃદ્ધ દેશ હતો.
દેશમાં ગરીબી હટી નથી: દેશ આર્થિક રીતે આગળ વધી રહ્યો છે. પરંતુ દેશમાં ગરીબી હટી નથી. અનેક કામો છે જેને પૂર્ણ કરતા સમય લાગશે. દેશ સામે મુશ્કેલી અનેક આવશે. તેનો સામનો કરીને જ આગળ વધી શકશું. આજ ભારત દેશ દુનિયામાં મોટો થયો છે. દેશમાં પ્રતિષ્ઠા મળી છે. G20 નેતૃત્વ કરવા મોકો મળ્યો છે. દેશની સીમા બચાવવા માટે સૈનિકો રાત દિવસ જાગી રહ્યા છે.