RSSના વડા મોહન ભાગવતને બદનામ કરવાના ઇરાદે નાગપુર સ્થિત RSSના કાર્યાલયનો અને મોહન ભાગવતના ફોટાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં PDF વાયરલ કરવામાં આવી છે. PDFમાં નારીને ભગવાન માત્ર સંતાનોને જન્મ આપવા માટે જ બનાવી હોવાથી તેના અધિકારોને હિન્દૂ ધર્મ અનુસાર સીમિત કરવામાં આવી રહ્યા છે, તેવું જણાવવામાં આવ્યું છે.આ મામલે સાયબર ક્રાઈમમાં મોહન ભાગવત વતી RSS ના વકીલ દિનેશ વાળાએ ફરિયાદ નોંધાવી છે.
સાયબર ક્રાઈમને લઇ મોહન ભાગવત અને જીગ્નેશ કવિરાજે નોંધવી ફરિયાદ - લોકગાયક જીગ્નેશ કવિરાજ
અમદાવાદ : દેશભરમાં સાયબર ક્રાઈમમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમમાં 2 ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અને RSSના નામે નવા બંધારણની PDF સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તથા લોકગાયક જીગ્નેશ કવિરાજના નામનું ફેક એકાઉન્ટ બનાવતા ચાહક મિત્રો સાથે અજાણ્યો વ્યક્તિ વાત કરતો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
સાયબર ક્રાઈમને લઇ મોહન ભાગવત અને જીગ્નેશ કવિરાજે નોંધવા ફરિયાદ
ત્યારે સાયબર ક્રાઈમમાં થયેલી અન્ય એક ફરિયાદમાં લોકગાયક જીગ્નેશ કવિરાજના નામનું ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે અને આઇડીમાંથી અજાણ્યો ઈસમ જીગ્નેશ કવિરાજના નામે વિવિધ પોસ્ટ મુકે છે. જેમાં નવા ગીત માટે હિરોઇનની જરૂર છે, તેવી પોસ્ટ મુકવામાં આવી છે અને ચાહકો સાથે જીગ્નેશ કવિરાજના નામે વાત પણ કરે છે. તે સંદર્ભે ફરિયાદ દાખલ કરાવી છે. આમ એક દિવસમાં આ પ્રકારની 2 ફરિયાદ નોંધવા આવી છે, જે મામલે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.