નવા બંધારણની વાયરલ PDF મામલે RSSની પ્રતિક્રિયા - Social media
અમદાવાદ: સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને મોહન ભાગવતના ફોટા સાથે નવા બંધારણની PDF વાયરલ થઈ છે. જેનાથી RSSની પ્રતિભા ખરડાય છે. તેથી આ મામલે RSSના સ્વયંસેવક દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી છે અને આરોપીઓની ધરપકડની માગણી કરવામાં આવી છે.
RSSના સ્વયંસેવક અને વકીલ દિનેશ વાળાના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ટાર્ગેટ કરીને નવા બંધારણના નામે 16 પાનાની PDF વાયરલ કરવામાં આવી છે. આ PDFમાં RSSના વડા મોહન ભાગવતના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ PDFમાં સ્ત્રીઓને માત્ર ભોગ વિલાસનું માધ્યમ અને બ્રહ્મણોને સમાજના તમામ વર્ગોથી અલગ રાખવાની વાત કરવામાં આવી છે. આ PDFના કારણે RSSની છબી ખરડાઈ છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ અંગે જવાબદાર તમામ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.