અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ પોતાની ઓફિસથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે રસ્તામાં પાછળથી બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને પાડવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેમ થયું નહિ. ગુર્જરે વધુમાં જણાવ્યું કે અજાણ્યા શખ્સોએ તેમને સુપ્રિમ કોર્ટમાં પીટીશન ન કરવા અને અલ્પેશ ઠાકોરની ત્રણ સીડી જે અરજદાર પાસે છે તે પાછી આપી દે તો 11 કરોડ આપવાની લાલચ આપી હતી.
આ સમગ્ર મામલે અરજદાર સુરેશભાઇ સિંગલે એજવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને એવી રજૂઆત કરી છે કે, આ બન્ને ધારાસભ્યોએ તેમના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી તેમને આ ચૂંટણી લડવાથી રોકવા જોઇએ. એટલું જ નહીં હાલમાં આ બંન્ને વિરૂદ્ધ હાઇકોર્ટની અરજીમાં સ્પીકર તેમના વિશે નિર્ણય લેશે તેવી બાહેંધરી અપાઇ છે. ત્યારે જ્યાં સુધી વિધાનસભાના સ્પીકર બન્નેને યોગ્ય કે અયોગ્ય ઠેરવવાના મુદ્દે કોઇ નિર્ણય ન કરે, ત્યાં સુધી તેમને ચૂંટણી લડવાની કોઇ સત્તા નથી. ચૂંટણી પંચે પણ પહેલા ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરી હતી, ત્યારબાદ તેમણે રાધનપુર અને બાયડની ચૂંટણી અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. જે શંકા ઉપજાવતી બાબત છે.’
ભાજપ નેતાઓને બચાવવા અરજદારના વકીલને 11 કરોડની ઑફર કર્યાનો આક્ષેપ! - ધારાસભ્ય
અમદાવાદઃ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચુંટણી ન લડવા દેવાની માંગ સાથે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરને કેટલાક અજાણ્યા લોકો દ્વારા કેસની અરજી પરત ખેંચવા માટે 11 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. 21મી ઓક્ટોબરના રોજ યોજવનારી વિધાનસભાની પેટા - ચુંટણી લડવાથી તેમને રોકવાની
અલ્પેશ ઠાકોર પહેલાં કોંગ્રેસ તરફથી રાધનપુરના ધારાસભ્ય હતા, ધવલસિંહ ઝાલા કોંગ્રેસ તરફથી બાયડના ધારાસભ્ય હતા. તેમણે ગત રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના વ્હીપનો ભંગ કરી ક્રોસવોટિંગ દ્વારા ભાજપને મત આપ્યો હતો. ત્યારબાદ તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. બન્ને ધારાસભ્યો પર પક્ષાંતર ધારાની જોગવાઇઓ લાગુ કરી તેમને છ વર્ષ સુધી કોઇપણ ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે. તેમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડતા ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. આ બન્ને પૂર્વ ધારાસભ્યો હવે ભાજપના ઉમેદવાર છે. જો તેઓ ચૂંટણી જીતશે અને ત્યારબાદ સ્પીકર દ્વારા કોઇ નિર્ણય કરશે, તો ચૂંટણી વ્યર્થ જશે અને નાગરિકોના નાણાની બરબાદી થશે. અલ્પેશ ઠાકોર સમાજને પહેલાં એવું કહેતા હતા કે તેઓ રાજકારણમાં જોડાશે નહીં, પરંતુ ત્યારબાદ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય બની એવું કહેવા લાગ્યા કે તેઓ સત્તામાં રહી સમાજની સેવા કરવા માગે છે. હવે તેઓ તક જોઇને ભાજપમાં જોડાયા છે. આ બન્ને ધારાસભ્યો અંગત લાભના કારણે મતદારો સાથે દગો કરી રહ્યા હોવાનો અરજદારનો આક્ષેપ છે. તેથી તેમને ચૂંટણી લડવાથી રોકવા જોઇએ.