ગુજરાત

gujarat

ETV Bharat / state

Rojgar Mela : ભારતીય રેલવે રોજગાર મેળામાં કેન્દ્રીયપ્રધાન અશ્વિનીકુમાર ચૌબે, યુવાનોને રોજગારી અંગે મહત્ત્વની વાતો કહી - યુવાનોને રોજગારી

દેશભરમાં ભારતીય રેલવે રોજગાર મેળાના આયોજન ઉપલક્ષમાં અમદાવાદમાં પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યાં હતાં. કેન્દ્રીયપ્રધાન અશ્વિનીકુમાર ચૌબેની હાજરીમાં પશ્ચિમ રેલવેમાં 4360 નવા કર્મચારીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યાં હતાં. આ તકે તેમણે યુવાનોને રોજગારી અંગે મહત્ત્વની વાતો કહી હતી.

Rojgar Mela : ભારતીય રેલવે રોજગાર મેળામાં કેન્દ્રીયપ્રધાન  અશ્વિનીકુમાર ચૌબે, યુવાનોને રોજગારી અંગે મહત્ત્વની વાતો કહી
Rojgar Mela : ભારતીય રેલવે રોજગાર મેળામાં કેન્દ્રીયપ્રધાન અશ્વિનીકુમાર ચૌબે, યુવાનોને રોજગારી અંગે મહત્ત્વની વાતો કહી

By

Published : Apr 13, 2023, 8:15 PM IST

Rojgar Mela : ભારતીય રેલવે રોજગાર મેળામાં કેન્દ્રીયપ્રધાન અશ્વિનીકુમાર ચૌબે, યુવાનોને રોજગારી અંગે મહત્ત્વની વાતો કહી

અમદાવાદ : ભારતીય રેલવે વિભાગ દ્વારા અમદાવાદ વડોદરા રાજકોટ અને રતલામ ખાતે આજે 13 એપ્રિલે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડિયોથી જોડાઈને લગભગ 71,506 જેટલા કર્મચારીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતાં. આ અંતર્ગત પશ્ચિમ રેલવેમાં કુલ 4360 જેટલા નવા કર્મચારીઓને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. કેન્દ્રીયપ્રધાન અશ્વિની કુમાર ચૌબે આ નિમિત્તે અમદાવાદમાં હાજર રહ્યાં હતાં.

ચાર સ્થળોએ રોજગાર મેળો :દેશમાં સૌથી વધુ જો કોઈ ક્ષેત્રમાં રોજગાર મળતો હોય તો તે છે ભારતીય રેલવે. આજે રેલવે વિભાગ દ્વારા દેશના 45 જેટલા વિવિઘ સ્થળો પર રેલવેના કર્મચારી હાજર રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સ જોડાઈને 71,506 જેટલા કર્મચારીઓને નિમણૂક પત્ર આપ્યાં હતા. જેમાં ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, રતલામ ખાતે રોજગાર મેળવવામાં આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવે દ્વારા 4360 નવા કર્મચારીઓને નિમણૂક પત્ર આપ્યા હતા. જેમાં ગ્રુપ C માં 559 અને એપોઇન્ટમેન્ટ લેવલ 1માં 3821 નવા કર્મચારીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતાં.

આ પણ વાંચોPM Modi in Rozgar Mela: પીએમ મોદી રોજગાર મેળામાં 71,000 નિમણૂક પત્રોનું કરશે વિતરણ

40 લાખ લોકોને રોજગાર : ભારતીય રેલવે રોજગાર મેળાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે કે સરકાર યુવાનોને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ છે. ભારત શાસિત રાજ્યોમાં સરકારી નોકરીઓ આપવામાં આવી રહી છે. કાલે જ મધ્યપ્રદેશમાં 7000 જેટલા શિક્ષકોને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આખું વિશ્વ કોરોના પછી મંદીમાં જોવા મળી રહ્યું છે. પરંતુ આજ ભારત નવી નીતિ ઉપર ચાલી રહ્યું છે. નવા નવા રોજગારના દ્વાર પણ ખુલી રહ્યા છે. 2014માં ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની આવતાં દેશમાં ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ આગળ વધી રહ્યું છે. અનેક નવા સેક્ટરો પણ ખુલ્યા છે એક રિપોર્ટ અનુસાર 40 લાખથી વધુ લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નોકરી મળી રહી છે.

વિકસિત ભારત બનવાનો પ્રયત્ન : કેન્દ્રીયપ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે જે પ્રકારે દેશમાં માહોલ બન્યો છે. 2014થી સૌનો સાથ લઇ દેશને આગળ વધારી રહ્યા છીએ. એક વિકસિત ભારત બનવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આજ કુલ મળીને બેરોજગાર યુવાનો હતાં તેમને રોજગાર આપવામાં આવ્યો છે. આજે ચોથા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 71,000 વધારે લોકોને રોજગાર આપવામા આવ્યો છે. જેમાં આજ 913 લોકોને માત્ર અમદાવાદ રેલવેમાં જ નોકરી આપવામાં આવી છે.

આ પણ વાંચો Employment Fair in Vadodara : રોજગાર મેળામાં રેલવેપ્રધાનનું બુલેટ ટ્રેન ટ્રાયલ રન વિશે મહત્ત્વનું નિવેદન

4 શહેરોમાં રોજગાર મેળાનું આયોજન : પશ્ચિમ રેલવે પર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને રતલામ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પશ્ચિમ રેલવેમાં કુલ 4360 નવા ભરતી થયેલા કર્મચારીઓને તેમના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. 559 એપોઈન્ટમેન્ટ્સ ગ્રુપ Cમાં છે. જ્યારે 3801 એપોઈન્ટમેન્ટ લેવલ 1માં છે. ભારતીય રેલ્વેમાં નિમણૂંકો ઉપરાંત, અન્ય સરકારી વિભાગો,સંસ્થાઓ,પીએસયુ જેવા કે ઈન્ડિયા પોસ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા વગેરેમાં ભરતી કરાયેલા કર્મચારીઓને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતાં.

અલગ અલગ શહેરમાં પ્રધાન રહ્યા હાજર :રાજકોટમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીપ્રધાન પુરુષોત્તમ રૂપાલા, રતલામથી સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ડૉ. વીરેન્દ્ર કુમાર અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. વડોદરામાં કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. જયારે અમદાવાદ ખાતે ખાદ્ય અને જાહેર વિતરણ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનના રાજ્યકક્ષાના પ્રધાન અશ્વિનીકુમાર ચૌબે હાજર રહ્યા હતાં.

અલગ અલગ પદ પર ભરતી : રેલવે રોજગાર મેળામાં આજ રેલવેના અલગ અલગ વિભાગમાં નવનિયુક્ત યુવાનોને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતાં.જેમાં ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સીનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર, જેવી ભારત સરકાર હેઠળની વિવિધ જગ્યાઓ માટે દેશભરમાંથી નવા ભરતી કરાયેલા કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. ટેક્સ આસિસ્ટન્ટ, સિનિયર ડ્રાફ્ટ્સમેન, સુપરવાઈઝર, મદદનીશ પ્રોફેસર, શિક્ષક, ગ્રંથપાલ, નર્સ, પ્રોબેશનરી ઓફિસર, PA, MTS અને અન્ય વિવિધ જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details