ગુજરાત

gujarat

ETV Bharat / state

BNI ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટમાં ગુજરાતનો ડંકો, રોહન જરદોશની જીત - રોહન જરદોશ

અમદાવાદ: BNIમાં (Business Network International) શ્રેષ્ઠ કામગિરી અને પોતાનું ટેલેન્ટ બતાવનાર BNI સાથે ઓલ ઓવર વર્લ્ડ જોડાયેલા ટોપ 10 લોકોનું સિલેક્શન કરાયું હતુ. જેમાં અમદાવાદ અને ભારત માટે ગર્વની વાત છે કે, BNI એરીયા ડીરેક્ટર રોહન જરદોશનું પણ સિલેક્શન આ ટોપ 10માં કરવામાં આવ્યું છે. આ સિલેક્શન 76 કન્ટ્રીના BNIમાંથી કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયામાંથી માત્ર એક જ એવા રોહન જરદોશ સિલેક્ટ થયા છે. જેઓ ભારતમાંથી સિલેક્ટ થવાવાળા એક માત્ર ગુજરાતી છે.

etv bharat ahmedabad

By

Published : Aug 7, 2019, 5:48 PM IST

Updated : Aug 7, 2019, 8:43 PM IST

રોહન જરદોશ કે, જેમની ઓળખ અત્યારે BNIના એરીયા ડિરેક્ટરથી લેવલ અપ થઈને ક્યાંય ઉપર ઉઠીને ગ્લોબલ લેવલે ચમકી રહી છે. જેઓ તાજેતરમાં જ BNIને ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટમાં વિજેતા બન્યા છે. આ ઉપલબ્ધિથી હવે આગળ વધી રહ્યા છે. વિશ્વની કેટલીક કન્ટ્રીના ઉદ્યોગ સાહસિકને મેન્ટરશિપ પુરુ પાડવાનું કામ કરશે. આ સાથે સાથે તેમનો ટાર્ગેટ વિશ્વમાં પોતાની કંપની ‘જેનનેક્સ્ટ સ્ટુડીયો’ના વ્યાપને વધારવાનો છે.

રોહન જરદોશ સપ્ટેમ્બર મહિનામાં સિંગાપુર, ઓસ્ટ્રેલિયા જઈને ત્યાંના ઉદ્યોગ સાહસિકોને સંબોધિત કરશે અને તેમને મુંઝવતા સવાલોના જવાબ આપશે. ત્યારબાદ નવેમ્બરમાં પોલેન્ડમાં તેમનું સન્માન ગ્લોબલ પ્લેટફોર્મ પર BNIના ગ્લોબલ લેવલના લીડર સમક્ષ કરવામાં આવશે. ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટમાં વિનર થવાના કારણે દેશ અને વિદેશના લોકોએ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

BNI ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટમાં ગુજરાતનો ડંકો, રોહન જરદોશની ટોપ-10માં પસંદગી

તેમનો વીડિયો BNI કોન્ટેસ્ટમાં વિનર થયા બાદ બેંગ્લોરમાં યોજાયેલી ‘ઈન્ડિયા લીડરશીપ કોન્ફરન્સ 2019’માં તેમણે 700 બિઝનેસ ઓનર્સ સમક્ષ લીડરશીપને લગતી બાબતો શેર કરી હતી. આ કોન્ફરન્સમાં તેઓને પેનલીસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પોતાની કંપની ‘જેનનેક્સ્ટ સ્ટુડિયો’ની ઓફિસ સમગ્ર વિશ્વમાં દર કલાકે શરુ થાય તેવો આ અમદાવાદી સાહસિકનો ગોલ છે. 5 વર્ષમાં આ સિદ્ધિ હાંસલ કરવાનો તેમનો લક્ષ્યાંક છે.

‘જેનનેક્સ્ટ સ્ટુડીયો’ કંપનીના ઓનર અને ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટના વિનર રહેલા રોહન જરદોશે જણાવ્યું હતું કે, હું ગ્લોબલી ઉદ્યોગ સાહસિકશિપ સાથે જોડાયેલા લોકોને પ્લેટફોર્મ આપવા માગું છું. આ સાથે મારો ટાર્ગેટ ‘જેનનેક્સ્ટ’ને પણ વિશ્વ ફલક તરફ લઈ જવાનો છે. જે માટે હું તૈયાર છું. આ સાથે સાથે BNIના ગ્લોબલ વીડિયોનું માર્કેટીંગ કઈ રીતે થઈ શકે તે અંગેનું ડિસ્કશન ત્યાંની ગ્લોબ માર્કેટીંગ વીડિયો ટીમ સાથે થયું છે.

રોહન જરદોશે ગ્લોબલી મેળવેલી સિદ્ધિઓ અને તેમનામાં રહેલું ટેલેન્ટ એ વાતનો પુરાવો છે કે, ગુજરાતી એ બિઝનેસનો સાહસી છે. અને તેના ઉદાહરણમાં રોહન જરદોશ ફિટ બેસે છે. જેઓ ગ્લોબલ લેવલે એક અમદાવાદી તરીકે વિદેશોમાં પણ પોતાના બિઝનેસને આગળ વધારવા માંગે છે.

Last Updated : Aug 7, 2019, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details