ગુજરાત

gujarat

ETV Bharat / state

કરોડોના સોનાચાંદીના દાગીનાની લૂંટના 2 આરોપી ઝડપાયાં, પોલીસે કેટલો મુદ્દામાલ રીકવર કર્યો જાણો - સોનાચાંદીના દાગીનાની લૂંટના 2 આરોપી ઝડપાયાં

અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કરોડોના સોનાચાંદીના દાગીનાની લૂંટના ( Robbery of gold silver jewellery worth crores) કેસમાં પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓ ( Nikhil Rathod ) ને ઝડપી ( Ahmedabad Crime Branch Arrest Accused )લઇ લૂંટનો કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

કરોડોના સોનાચાંદીના દાગીનાની લૂંટના 2 આરોપી ઝડપાયાં, પોલીસે કેટલો મુદ્દામાલ રીકવર કર્યો જાણો
કરોડોના સોનાચાંદીના દાગીનાની લૂંટના 2 આરોપી ઝડપાયાં, પોલીસે કેટલો મુદ્દામાલ રીકવર કર્યો જાણો

By

Published : Nov 18, 2022, 6:31 PM IST

અમદાવાદ શહેરના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે 7મી નવેમ્બરે થયેલી કરોડોની કિંમતના દાગીનાની લૂંટની ઘટનામાં શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ ( Ahmedabad Crime Branch Arrest Accused ) કરી છે. કરોડોના સોનાચાંદીના દાગીનાની લૂંટના ( Robbery of gold silver jewellery worth crores) 2 આરોપી ઝડપાયાં તેની સાથે 1.97 કરોડની કિંમતના દાગીનાનો મુદ્દામાલ રીકવર લેવાયો છે. સોના ચાંદીના જ્વેલર્સના કર્મચારીઓને આંતરીને ચપ્પુની અણીએ સાડા 6 કિલોથી વધુના કિંમતના સોના ચાંદીના દાગીના ભરેલી બેગની લૂંટ ( Robbery of gold silver jewellery worth crores) કરવામાં આવી હતી જે મામલે માધુપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

1.97 કરોડની કિંમતના દાગીનાનો મુદ્દામાલ રીકવર લેવાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી તપાસ કરોડોના સોનાચાંદીના દાગીનાની લૂંટની ઘટના બનતા શહેર પોલીસની સાથો સાથ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ અલગ અલગ દિશામાં તપાસમાં લાગી હતી, ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ નિખિલ રાઠોડ ( Nikhil Rathod ) તેમજ કૌશિક ઉર્ફે પાંગા ઘમંડે નામના બે આરોપીઓને ( Ahmedabad Crime Branch Arrest Accused ) ઝડપીને લૂંટમાં ગયેલા 6 કિલો 500 ગ્રામ વજનના દાગીનામાંથી ચાર કિલો 931 ગ્રામ વજનના દાગીના જેની કિંમત એક કરોડ 97 લાખથી વધુ થાય તે મુદ્દામાલ રીકવર કર્યું છે. સાથે મોબાઈલ ફોન અને મોટરસાયકલ કબ્જે કરીને તપાસ શરૂ કરી છે.

આરોપીઓની મોડેસ ઓપરેન્ડીઆ ગુનામાં પકડાયેલા આરોપીઓ ચોરી અથવા તો લૂંટ કરવા માટે ત્રણથી વધુ માણસોની ગેંગ બનાવતાં. જ્વેલર્સના શોરૂમ અને આંગડિયા પેઢીની આજુબાજુ રેકી કરી શોરૂમ અથવા આંગડિયા પેઢીમાંથી બેગ લઈને નીકળનાર વ્યક્તિઓનો પીછો કરી, દાગીના કે રૂપિયા લઈને નીકળેલા વેપારીને રોકી લૂંટને અંજામ આપતા હતાં. આરોપીઓ ફોરવ્હીલમાં જનાર વ્યક્તિઓને રસ્તામાં ગાડી ઉભી રખાવીને ઝઘડો કરીને નીચે ઉતરી બોલાચાલી કરતા હતા, જે દરમિયાન અન્ય સાગરીતો કારમાંથી બેગની ચોરી કરી લેતા હતા. ધરપકડથી બચવા માટે ચોરીમાં કે લૂંટમા ઉપયોગમાં લીધેલા વાહનોના નંબર પ્લેટ કાઢી અને તેમાં ખોટી નંબર પ્લેટ લગાવીને ગુનાને અંજામ આપતા હતા. ટોળકીના તમામ આરોપીઓ ચહેરો ઢાંકવા માટે હેલ્મેટ, માથામાં ટોપી તથા માસ્ક અને રૂમાલનો ઉપયોગ કરતા હતાં અને દરેક શખ્સો પોતાની સાથે વધારાના કપડાં રાખી ગુનાને અંજામ આપી રસ્તામાં કોઈ જગ્યાએ ઊભા રહીને કપડાં બદલીને પોલીસને શંકા ન જાય તે રીતે ફરાર થઈ જતાં હતાં.

આરોપી 6 ગુનામાં સંડોવાયેલો આ સમગ્ર મામલે ( Robbery of gold silver jewellery worth crores) પકડાયેલો આરોપી નિખીલ રાઠોડ ( Nikhil Rathod )અગાઉ સરદાર નગર પોલીસ સ્ટેશનના 6 ગુનામાં તેમજ નિકોલ અને સુરતમાં એક ગુનામાં પકડાયો હતો, જ્યારે કૌશિક ઘમંડે અગાઉ બાપુનગર ઇસનપુર અને નરોડા પોલીસ સ્ટેશનમાં ચોરી અને સ્નેચિંગ જેવા ગંભીર પ્રકારના ગુનામાં ઝડપાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓ અને બાકીના મુદ્દામાલ બાબતે આરોપીઓની પૂછપરછ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓના ( Ahmedabad Crime Branch Arrest Accused ) રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details