ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: આંબલીમાં બિલ્ડરની ઑફિસમાં લૂંટ, તસ્કરોએ 1ને માર માર્યો 1ને બંધક બનાવ્યોને લૂંટી લીધા 1.5 લાખ

અમદાવાદમાં બિલ્ડરની ઑફિસમાં તસ્કરોએ 1.5 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં આરોપીઓએ અહીં 2 લોકોને માર પણ માર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

Ahmedabad Crime: આંબલીમાં બિલ્ડરની ઑફિસમાં લૂંટ, તસ્કરોએ 1ને માર માર્યો 1ને બંધક બનાવ્યોને લૂંટી લીધા 1.5 લાખ
Ahmedabad Crime: આંબલીમાં બિલ્ડરની ઑફિસમાં લૂંટ, તસ્કરોએ 1ને માર માર્યો 1ને બંધક બનાવ્યોને લૂંટી લીધા 1.5 લાખ

By

Published : Feb 27, 2023, 10:12 PM IST

આરોપીઓએ 2 લોકો પર કર્યો હુમલો

અમદાવાદઃઅમદાવાદ શહેરમાં ફરી એક વાર લૂંટની ઘટના બની છે. આ વખતે તસ્કરોએ આંબલી ગામ રોડ પર આવેલી એક ઑફિસને ટાર્ગેટ બનાવી હતી. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આંબલી પાસે ફરી ચડ્ડી બનિયનધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. અહીંની એક ઑફિસમાં 5થી વધુ શખ્સો બુકાની બાંધીને ત્રાટક્યા હતા. આરોપીઓએ અહીં હાજર એક વ્યક્તિને માથામાં પાઈપ મારી ઈજાઓ પહોંચાડી અને અન્ય યુવકને બંધક બનાવી ઓરડીમાં પૂરી 1 લાખથી વધુની લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચોઃSurat Loot Case: જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરનારી ગેંગ જેલભેગી, LCBની મોટી સફળતા

આરોપીઓએ 2 લોકો પર કર્યો હુમલોઃ સરખેજ આંબલી ગામ રણછોડપુરા નજીક હાઉસ ઑફ આદીના નામથી બિલ્ડીંગ-કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બિલ્ડરની ઓફિસમાં આ ઘટના બની હતી. તેમાં શનિવારે રાત્રે અજાણ્યા 5 લોકો હથિયાર સાથે આવ્યા ને ઑફિસમાં પગી તરીકે કામ કરતા અને ત્યાં રહેતા વ્યક્તિને બહાર માથામાં પાઈપ મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો. ત્યારબાદ બીજા એક યુવકને બંધક બનાવી ગળા પર છરી મૂકી આરોપીઓ ઑફિસમાં ઘુૂસ્યા અને લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

તસ્કરોનો આતંક

આરોપીઓ CCTVમાં કેદઃ લૂંટ કરનારી ગેંગ ગુનો કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. સાથે સાથે બિલ્ડીંગમાં કામ કરતા લોકોનું વાહન પણ લઈને ફરાર થઈ ગઈ હતી. જોકે, આરોપીઓએ રોકડ રકમ, ટીવી, બાઈક લૂંટી જતા અંતે આ મામલે સરખેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં સામેલ ગેંગ ઑફિસના CCTVમાં કેદ થઈ હતી. તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃRajkot Loot Case: લૂંટના આરોપી CCTVમાં કેદ થયા, છરી બતાવી કહ્યું, જે હોય એ આપી દો

આરોપીઓએ 1.5 લાખના મુદ્દામાલની કરી લૂંટઃ ગુનામાં સામેલ ગેંગ ખરેખર ચડ્ડી બનિયાનધારી છે કે, કેમ તે અંગે આરોપીઓ ઝડપાયા બાદ ખુલાસા થશે. જોકે, હાલ આ ઘટનાને લઈને પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી ગુનામાં સામેલ ગેંગને પકડવાની કવાયત તેજ કરી છે. તો આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના PI વી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે, આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ 60,000 રૂપિયા રોકડ, ટીવી અને બાઈક સહિત 1.5 લાખના મુદ્દામાલની લૂંટ કરી છે.

ABOUT THE AUTHOR

...view details