- ભારે વરસાદના પગલે શહેર બન્યુ ખાડા નગરી
- પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
- શહેરમાં રસ્તાઓની હાલત બિસ્માર
- શહેરમાં ખાડા અને ભૂવાનું સામ્રાજ્ય
અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ખાડા સામ્રાજ્ય
વરસાદ આવે અને અમદાવાદ શહેરના હાલ બેહાલ થઇ જાય અને ચોમાસુ આવતાની સાથે જ તંત્રની પોલ ખૂલી જાય છે તે દર વર્ષે બને છે. ચોમાસા પહેલા પ્રિ- મોન્સૂન કામગીરી કરવામાં આવે છે પણ તે પોકળ સાબિત થઇ છે. આ વર્ષે પણ અમદાવાદમાં પહેલા વરસાદમાં જ રસ્તા સંપૂર્ણ ધોવાઈ ગયા છે અને શહેરમાં રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે.
શહેરમાં અનેક જગ્યાએ ખાડા સામ્રાજ્ય
અમદાવાદ: શહેરમાં વરસાદના પગલે તમામ રોડ-રસ્તાની હાલત બિસ્માર થઇ છે. ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાય તેવો પણ આક્ષેપ શહેરીજનો કરી રહ્યા છે અને તેઓ તંત્ર પાસે રસ્તા સુધારવાની માગ કરી રહ્યા છે. વરસાદ બાદ અમદાવાદ શહેરના મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે, તો કેટલાક વિસ્તારોમાં બહુ ખરાબ રીતે રોડ તૂટી ગયા છે. આ ઉપરાંત ખાડા, કયાંક ભુવા પણ પડ્યા છે. આ સંજાગોમાં શહેરમાં જાણે કે, ખાડાઓ અને ભુવાનું સામ્રાજય છવાયું હોય તેવો ઘાટ સર્જાયો છે.