ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Corporation: સ્માર્ટસિટી કે ભુવા નગરી? 40થી વધારે વિસ્તારમાં જમીન બેસી ગઈ - અમદાવાદ કોર્પોરેશન

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં જ ભારે મોટા પ્રમાણમાં ભુવા પડવાની સમસ્યા સામે આવી રહી છે. જેને લઈને શહેરના લોકોને પણ ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં 40 થી પણ વધારે ભુવાઓ પડ્યા છે. ત્યારે તમામ જગ્યાએ હાલ બેરીકેટ લગાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેર સ્માર્ટ નગરી કે ભુવા નગરી
અમદાવાદ શહેર સ્માર્ટ નગરી કે ભુવા નગરી

By

Published : Jul 6, 2023, 1:51 PM IST

Updated : Jul 6, 2023, 2:12 PM IST

Ahmedabad Corporation: સ્માર્ટસિટી કે ભુવા નગરી? 40થી વધારે વિસ્તારમાં જમીન બેસી ગઈ

અમદાવાદ: અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવે છે. તેનો વિકાસ પણ સ્માર્ટ સિટી તરીકે જ કરવામાં આવે છે. સ્માર્ટ સિટીનો વિકાસ કેવા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. તે હાલ અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિ જોતા જ જોવા મળી રહ્યો છે. પહેલાના સમયની અંદર માત્ર ચોમાસાની ઋતુની અંદર જ ભુવા પડવાની સમસ્યાઓ સામે આવતી હતી. પરંતુ હવે ગમે ત્યારે ગમે તે સમયે ભુવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં અંદાજિત 40 થી વધુ અલગ અલગ વિસ્તારો પર ભુવા પડ્યા છે.

પ્રિમોન્સૂન પ્લાન નિષ્ફળ: વિપક્ષ નેતા શહેઝાદખાને જણાવ્યું હતું કે," ચોમાસા પહેલા સામાન્ય વરસાદમાં જ અમદાવાદ શહેરના રોડ અને રસ્તાઓની હાલત બિસ્મ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં થી 40 પણ વધારે ભુવાઓ પડ્યા છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રીમોનસૂન એક્શન પ્લાન નિષ્ફળ થયો છે. ચોમાસાના 15 દિવસ અગાઉ ડ્રેનેજને પાણીની લાઈનો માટે જે ખાડા ખોદવામાં આવે છે તેને લેવલ કરીને ડામરનો રોડ કરવામાં આવે તેવી માંગ છે.

Ahmedabad Corporation: સ્માર્ટસિટી કે ભુવા નગરી? 40થી વધારે વિસ્તારમાં જમીન બેસી ગઈ

જલ્દી સમસ્યાનો અંત આવે: અમદાવાદ એસજી હાઇવે કર્ણાવતી ક્લબ પાસે પડેલો મોટા ભુવા થી પણ લોકો પરેશાન જોવા મળી રહ્યા છે કે જે ત્યાંથી પસાર થતાં રાહતદારીઓએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં એસજી હાઇવે પર આવેલ કર્ણાવતી ક્લબ પાસે આ પડેલો મોટો ભુવો છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે. પરંતુ તે કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. જેને કારણે અહીંયા મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. વધારે સવારે અને સાંજે જ મોટા પ્રમાણમાં ટ્રાફિક હોવાને કારણે ભારે મુશ્કેલીની પડતી હોય છે. તેથી અમારી માંગ છે કે આપવો જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

Ahmedabad Corporation: સ્માર્ટસિટી કે ભુવા નગરી? 40થી વધારે વિસ્તારમાં જમીન બેસી ગઈ

ટેન્ડર પ્રક્રિયા:ટ્રક ભુવામાં ખાબકી થોડા દિવસ પહેલા જ મતમપુરા પાસે બે મોટા વિશાળ ભુવા પડ્યા હતા તેમાં પણ ટ્રક ફસાઈ ગઈ હતી. જ્યારે બીજા દિવસે ફતેવાડી પાસે 2200 mmની મોટી ડ્રેનેજ લાઈનમાં પણ ભંગાર સર્જાયું હતું. જેના કારણે ત્યાંથી પસાર થતી મોટી ટ્રક ભુવામાં ખાબકી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ જગ્યાએ 40થી પણ વધુ ભુવા પડ્યા છે. કોર્પોરેશન દ્વારા તે ભુવાની ફરતે બેરીગેટ લગાવીને તેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા પહેલા પણ ભુવા પડવાનું કારણ તેમને જૂની વર્ષો લાઈન હોવાને કારણે ભુવા પડી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વર્ષો જૂની ડ્રેનેજ લઈને દૂર કરવા માટે પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.

અમદાવાદ શહેર સ્માર્ટ નગરી કે ભુવા નગરી

કોર્પોરેશન દ્વારા મંગાવવામાં આવ્યા: 50 કરોડનાં ખર્ચે ડ્રેનેજ લાઈન રિહેબ ઉલ્લેખનીય છે કે ગતરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનને રિહેબ કરવા માટે 8 ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અંદાજિત 50 કરોડના ખર્ચે જૂની 17.56 કિ.મી ડ્રેનેજ ટ્રંક લાઈનને રિહેબ કરવામાં આવશે. જ્યાં વધુ જરૂર પડશે તો ત્યાંની ટેન્ડર પ્રક્રિયા હાથધરી કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હાલમાં વાળીનાથ ચોક અને ફતેવાડી જેવા વિસ્તારોમાં પણ ડ્રેનેજ લાઈનને રિહેબ માટેના ટેન્ડરો પણ કોર્પોરેશન દ્વારા મંગાવવામાં આવ્યા છે.

  1. Gujarat Congress: શક્તિસિંહ ગોહિલએ શરૂ કર્યું કોંગ્રેસ જોડો અભિયાન, 50 કાર્યકર્તા કોંગ્રેસમાં
  2. Ahmedabad News : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાશે કે નહી? 7 જુલાઈએ સીએમ અને પક્ષ પ્રમુખ જશે દિલ્હી
Last Updated : Jul 6, 2023, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details