અમદાવાદની હિરાવાડીમાં પોલીસની જીપે 3 લોકોને અડફેટે લીધા, 1નું મોત - ahmedabad
અમદાવાદ: શહેરના હિરાવાડી વિસ્તાર નજીક પોલીસની એક જીપે 3 રાહદારીઓને અડફેટે લીધા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ ઘટના બાદ પોલીસ જીપનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.

police
આ દુર્ઘટનામાં બે ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને બાપુનગર પોલીસ અને જી ટ્રાફિક ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.