RJ હર્ષિલઃ ચિંતા આપણા એકલાની નથી, આખા વિશ્વની છે, આશા રાખીએ કે નોર્મલ દિવસો ઝડપથી પાછા આવી જાય - રેડિયો સિટી 91.1 એફએમ
ગુજરાતમાં કોરાનાએ હાહાકાર મચાવ્યો છે, પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2000ને પાર કરી ગઈ છે અને 100 વધુ લોકોના મોત થયા છે. લૉકડાઉનમાં રહ્યા પછી પણ કોરોનાના નવા દર્દીઓ આવી રહ્યા છે. પણ કોરોનાના વધતા કેસ અને લૉક ડાઉનમાં રહીને લોકો ડરી ગયા છે, કે હવે શું થશે? મનમાં નેગેટિવિટી પ્રવેશી ગઈ છે. આ સંજોગોમાં રેડિયો સિટી 91.1 એફએમના આરજે હર્ષિલ આપણને સંદેશ આપવા માંગે છે, તો આવો આપણે વિડિયો જોઈએ

અમદાવાદઃ રેડિયા સિટી 91.1 એફએમના આરજે હર્ષિલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'આપણે બધા હાલ લૉકડાઉનમાં છીએ. બધાને વિવિધ ચિંતાનો સતાવી રહી છે. કેટલાક લોકો વર્કિંગ ફ્રોમ હોમ છે. તો કેટલાક લોકો નોટ વર્કિંગ ફ્રોમ હોમ છે. આ બધાની વચ્ચે એક આશા છે, કે આપણે પાછા ફરીથી મળીશું. લાઈફ નોર્મલ થશે. પણ તે કયારે આપણે ઘરમાં રહીશું તો. તમને બધાને પછી યાદ આવશે કે કોરોના મહામારીમાં આપણે એક મહિનાથી વધુ સમય ઘરમાં ગાળ્યો હતો. લુડો રમીને, હાઉસી રમીને, પરિવાર સાથે વાતો કરીને. આપણે હમણા ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ. ઘણા બધા લોકોના પ્લાન રદ થયા છે. ટુર જવાનો પ્લાન પણ કેન્સલ થયો હતો, તમારો નહી મારે પણ પ્લાન રદ કરવો પડ્યો.'