ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓરીના કેસમાં વધારો, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં - પાણીજન્ય કેસો

અમદાવાદમાં મચ્છરજન્ય કેસોમાં વધારો થયો છે. રાજયમાં હાલ બેવડું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે અનેક રોગોમાં વધારો થયો છે. ઓરીના કેસોમાં પણ વધારો થયો છે. બાળકોને રસી આપવાની કામગીરી (Health Department Ahmedabad) હાથ ધરવામાં આવી છે.

ઓરીના કેસમાં વધારો, મોડે મોડે આરોગ્ય વિભાગ હરકતમાં
ઓરીના કેસમાં વધારો, મોડે મોડે આરોગ્ય વિભાગ હરકતમાં

By

Published : Nov 29, 2022, 6:38 PM IST

અમદાવાદશહેર ઠંડી સીઝન તો જોવા મળી રહી છે. પરંતુ મચ્છરજન્યકેસ પણ જોવા મળી રહ્યાં છે. ચાલુ માસ દરમીયાન ડેન્ગ્યુના કેસની સાથે સાથે છેલ્લાં બે માસમાં ઓરીના કેસોમાંવધારો જોવા મળી આવ્યો હતો. જેના કારણે બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઓરીના કેસમાં વધારો, મોડે મોડે આરોગ્ય વિભાગ હરકતમાં

કોર્પોરેશન તંત્ર હરકતમાંરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં રોગચાળો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં બીજા રોગની સાથે ઓરીના કેસની સંખ્યા વધતા અમદાવાદ કોર્પોરેશનની તંત્ર હરકતમાં આવતાં નાના બાળકોને રસી (Health Department Ahmedabad) આપવાની કામગીરી હાથ ધરી છે.

ઓરીના કેસ વધારે અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિના ઓરીના 200 જેટલા કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરના વિસ્તારમાંથી જોવા મળી આવ્યા છે. જેવા કે દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, રામોલ, બેહરામપુરા, દરિયાપુર, વેજલપુર,સરખેજ જેવા વિસ્તારમાંથી ઓરીના કેસ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશન જે વિસ્તારમાં ઓરીના કેસનું પ્રમાણ વધારે છે. તે વિસ્તારમાં જઈને નાના બાળકોને રસી (Vaccinate young children) આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

સેમ્પલ લઇને તપાસશહેરમાં મચ્છરજન્ય કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાદા મેલેરિયાના 63 કેસ, ઝેરી મેલેરીયાના 23 કેસ, ડેન્ગ્યુના 361 કેસ, ચિકનગુનિયાના 28 કેસ નોંધાયા છે. જેના કારણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 63,308 જેટલા લોહીના સેમ્પલ તેમજ 2838 જેટલા સિરમના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

પાણીજન્ય કેસોની સંખ્યામાં વધારો મચ્છરજન્ય કેસની સાથે પાણીજન્ય કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. ચાલુ માસના પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 523 કેસ, કમળાના 335, ટાઈફોઈડના 426 અને કોલેરાનો એક કેસ નોંધાયો છે. જ્યારે સિઝનલ ફ્લુના કેસની સંખ્યા 15 એ પહોંચી છે. કોર્પોરેશન દ્વારા બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 1916 પાણીનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 53 સેમ્પલ ઓન ફીટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 35,373 જેટલી ક્લોરિનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details