અમદાવાદઃ ભારતીય ચૂંટણી પંચ (ECI)ના વરિષ્ઠ અધિકારીઓની ટીમે અમદાવાદમાં છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) સાથે ચોથી રીઝનલ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. જેમાં રાજ્ય પોલીસ નોડલ અધિકારીઓ(SPNOs) પણ જોડાયા હતા. આ ચોથી કોન્ફરન્સ અગાઉની ત્રણ કોન્ફરન્સમાં પહેલી 31મી ઓક્ટોબરે ચંદીગઢમાં, બીજી 9મી નવેમ્બરે ચેન્નાઈમાં અને ત્રીજી 20મી નવેમ્બરે ગૌહાટીમાં યોજાઈ હતી. આ ત્રણેય બેઠકોમાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી હતી.
ભારતીય ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓમાં સીનિયર ડેપ્યૂટી ઈલેકશન કમિશનર ધર્મેન્દ્ર શર્મા, નિતેશકુમાર વ્યાસ, ડેપ્યૂટી ઈલેક્શન કમિશ્નર અજય ભાદૂ, મનોજકુમાર શાહુ, ડાયરેક્ટર જનરલ(આઈટી) ડૉ. નીતા વર્મા, ડાયરેક્ટર કુ. દીપાલી માસીરકર, સીનિયર પ્રિન્સિપાલ સેક્રેટરી એન. એન. બુટોલિયાએ બેઠકમાં ભાગ લીધો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, તેલંગાણા અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને રાજ્ય પોલીસ નોડલ અધિકારીઓએ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી 2024 માટેની તૈયારીઓ વિશે વિગતવાર રજૂઆતો કરી હતી. લોકસભા 2024 ચૂંટણી સંદર્ભે વિવિધ આયામો જેવા કે કાયદો વ્યવસ્થા, પોલિંગ સ્ટેશન પર એસ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ, પોલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવર પર સમીક્ષા કરવામાં આવી હતી. સૌથી વધુ ચર્ચા સીસ્ટેમેટિક વોટર એજ્યૂકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP) પ્રોગ્રામ દ્વારા મતદાર નોંધણી વધારવાની યોજનાઓ, વિવિધ IT એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ, ચૂંટણી ખર્ચનું સંચાલન, વિવિધ મતદાન અધિકારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણની પણ સમીક્ષા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.કરવામાં આવી હતી. ECI ટીમે મતદાર યાદી સમાવિષ્ટ છે તેની ખાતરી કરવા માટે મહિલાઓ, યુવાન, વૃદ્ધો, વિકલાંગ વ્યક્તિઓ (PwD), ટ્રાન્સજેન્ડર અને ખાસ કરીને સંવેદનશીલ આદિજાતિ જૂથો (PVTG) મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.