- થલતેજ ખાતે આવેલી યુટોપિયા સ્કૂલ ખાતે મતદાન શરૂ
- રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે પોતાના પરિવાર સાથે આવીને મતદાન કર્યું
- મતાધિકારના ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વને મનાવવાની અપીલ કરી
અમદાવાદ :આજે રવિવારે સવારે થલતેજ ખાતે આવેલી યુટોપિયા સ્કૂલ ખાતે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે પોતાના પરિવાર સાથે આવીને મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દરેક લોકોએ પોતાનો મત આપવો જોઈએ અને મતાધિકારના ઉપયોગ સાથે કોર્પોરેશનમાં યોગ્ય ઉમેદવારને જીતાડીને લોકશાહીના આ મહાપર્વને મનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, રવિવારે આજે પૂરો દિવસ તેઓ તેમના નારણપુરા ખાતેના કાર્યાલયથી કાર્યકર્તાઓ સાથે મળીને લોકોને મત આપવા માટે પ્રોત્સાહિત અને અપીલ કરશે.