અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને CAAના વિરોધ માટે આવેલા લોકોને પરત મોકલાયા - protest CAA
CAA અને NRCનો વિરોધ દેશભરમાં હજુ યથાવત છે, ત્યારે મંગળવારે ગાંધી આશ્રમ ખાતે અલગ અલગ સંગઠનના લોકો વિરોધ કરવા માટે એકઠા થયા હતા, ત્યાંથી પોલીસે 25 તારીખ સુધી VIP મુવમેન્ટ હોવાનું કહીને પરત મોકલ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને CAAના વિરોધ માટે આવેલા લોકોને પરત મોકલાયા
અમદાવાદ : શહેરના ગાંધી આશ્રમ ખાતે જુદા જુદા વિદ્યાર્થી સંગઠનો, સામાજિક સંસ્થાઓ એકઠી થઈ હતી. ગત રાતે આ સંગઠન દ્વારા વિરોધ માટેનો કોલ અપાયો હતો. જેથી ગાંધી આશ્રમ ખાતે લોકો એકઠા થવાના શરૂ થયા હતા. 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી લોકો બેનર સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાના હતાં.