ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 27 જાન્યુઆરી 2019ની રવિવારે લેવાયેલી TATની પરીક્ષામાં કુલ 1,86,742 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1,20,862 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. તો આ પરિક્ષામાં 65,876 ગેરહાજર રહ્યાં હતા. TATની પરીક્ષાનું કુલ પરિણામ 62.32% જાહેર થયું છે. ગુજરાતી માધ્યમના તમામ વિષયનું પરિણામ તથા OMR સહિતની ફાયનલ આન્સર કી ઓફિસિયલ વેબસાઈટ પર મુકવામાં આવી છે.
TAT ગુજરાતી માધ્યમનું પરિણામ જાહેર, આવ્યું 62.32% પરિણામ - Government
અમદાવાદ: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી TATની પરીક્ષાનું ગુજરાતી માધ્યમનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં શિક્ષણ અભિરૂચિ કસોટી માધ્યમિકનું 62.32% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ વિષયોને આવરી લેતું પરિણામ જાહેર થયું છે.
ફાઈલ ફોટો
લોકસભા ચૂંટણીના કારણે ચૂંટણી આચાર સંહિતાને લઈને પરિણામ જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારે ગુરૂવારના પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓને હાશકારો મળ્યો હતો.