ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC, સરકાર અને સોસાયટીની 70-10-20ની સ્કીમમાં મૂકી દેવાયા નિયંત્રણો - society share scheme

રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્ર હેઠળ હવે સોસાયટીઓમાં જનભાગીદારીથી યોજના અન્વયે કામો થતા હતા . તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભાગીદારીના મૂલ્યમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યાં રાજ્ય સરકારની સહાયની ગ્રાન્ટ 70 ટકા છે, જેને બદલે હવે ઘરદીઠ 25,000 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.

Amc, government and society share skim has been changed
Amc, government and society share skim has been changed

By

Published : Aug 18, 2020, 10:39 PM IST

અમદાવાદ: શહેરની ખાનગી સોસાયટીઓના રોડ, ગટર, વીજળી વગેરેના વિકાસના કામો માટે સરકારની 70-10-20ની સ્કીમમાં અત્યાર સુધીમાં અનલિમિટેડ ખર્ચની જોગવાઈ હતી. જેમાં હાલ સરકારે સુધારો કર્યો છે.

મહત્વનું છે કે, શહેરની સોસાયટીઓમાં જનભાગીદારીથી મારફતે થતા રોડ, પાણી, ગટર લાઈન સહિતના કામોમાં સરકારે કાપ મૂક્યો છે. અત્યાર સુધી કુલ ખર્ચના 70 ટકા રકમની ચૂકવતી હતી. તેને બદલે ઘર દીઠ 25000 રૂપિયા જ ચૂકવાશે.

જો સભ્યોના ફ્લાઇટની એક સોસાયટીમાં આર.સી.સી.રોડ જનભાગીદારીથી બનાવવાના અંદાજે 60 લાખ ખર્ચ થાય, તો 70 ટકા લેખે મ્યુનિસિપલ રકમ ચૂકવે તો સોસાયટીના રહીશોએ 18 લાખ કાઢવાના આવતા હતા.

આમ તો સભ્યોની સોસાયટીમાં પ્રત્યેક મકાનને 18,000 ભરવાના થતા હતા. જ્યારે નવી યોજના પ્રમાણે મ્યુનિસિપલ 100 ફ્લેટ હેઠળ રૂપિયા 25 લાખ ચૂકવશે. જ્યારે બાકીના 35 લાખ સોસાયટીના સભ્યોએ કાઢવાના રહેશે. જેથી સોસાયટીના પ્રત્યેક ઘરે રૂપાંતરિત હજાર જેટલી રકમ ઓછી કાઢવી પડશે.

હાલો સવાલ એ ઊભો થયો છે કે, આ પરિપત્ર આવ્યો તે પહેલા કોઈ સોસાયટીએ તેના ફાળાના 10 ટકા ભરીને અરજી કરી દીધી છે કે કેમ? જો અરજી કરી હોય તો નિયમ પ્રમાણે લાભ મળશે કે કેમ?

ABOUT THE AUTHOR

...view details