ગુજરાત

gujarat

ETV Bharat / state

સોનભદ્ર નરસંહારના પડઘા ગુજરાતમાં, કોંગી પ્રમુખ સહિત કાર્યકર્તાઓની અટકાયત - AHD

અમદાવાદ: સોનભદ્ર નરસંહારના મૃતક પરિવારોની મુલાકાતે જઈ રહેલી પ્રિયંકા ગાંધીની ભાજપ સરકાર દ્વારા ખોટી રીતે અટકાયત કરવામાં આવી હતી. જેને લઈ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કોચરબ આશ્રમ ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતી ઉભી થઇ હતી. જેમા એક કાર્યકારી ઘાયલ થયો હતો. જેને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સોનભદ્ર નરસંહારના પડધા ગુજરાતમાં, અમિત ચાવડા સહિતના કોંગી કાર્યકર્તાની અટકાયત

By

Published : Jul 20, 2019, 1:27 PM IST

ઉલ્લેખનીય છે કે, સોનભદ્રની ચર્ચા ચારે તરફ થઇ રહી છે. ત્યારે તેના પડઘા હવે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રવક્તા ડૉ. મનીષ દોશી, પ્રભારી રાજીવ સાતમ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. જેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

સોનભદ્ર નરસંહારના પડઘા ગુજરાતમાં, કોંગી પ્રમુખ સહિત કાર્યકર્તાઓની અટકાયત
તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા કોચરબ આશ્રમ ખાતે ભેગા થયા હતા. ધરણામાં કાર્યકર્તાઓ દ્વારા મોદી, યોગી અને ભાજપ વિરોધના સુત્રોચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યકર્તાઓ રસ્તા ઉપર ધરણા પર ઉતર્યા હતા. થોડી જ ક્ષણોમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમા એક યુવા કાર્યકર્તા ઘાયલ થયો હતો.

આ ઉપરાંંત કોચરબ આશ્રમની બહાર પોલીસ દ્વારા મહિલાઓ સાથે પણ દુરવ્યવહાર કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને પોલીસની ગાડીઓમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details