અમદાવાદઃ કોઈ પણ શાળામાં શિક્ષકમાંથી આચાર્ય બનવું હોય (From teacher to principal)તો એ કોને ન ગમે. પણ હાલમાં શિક્ષકમાંથી આચાર્ય બનવાના કિસ્સામાં પણ ઊંધો પ્રવાહ જોવા મળી રહી છે. હેડ માસ્તર બનવું જાણે માથાનો દુખાવો બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. તેનું મૂળ કારણ છે પગાર. HMAT ની પરીક્ષા પાસ કરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા 80 ટકા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ નહિ મળતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત આચાર્ય સંઘ (Gujarat Acharya Sangh )દ્વારા આ મામલે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને લેખિતમાં (Education Minister Jitu Waghani)રજુઆતકરવામાં આવી છે.
ગુજરાત આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ પ્રધાનને પત્ર
HMAT ની પરીક્ષા પાસ કરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા 1600 આચાર્યમાંથી 80 ટકા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ નહિ મળતા ગુજરાત આચાર્ય સંઘ દ્વારા શિક્ષણપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં શિક્ષક આચાર્ય બને ત્યારબાદ પગાર ધોરણમાં કોઈ લાભ ના મળતા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. શિક્ષક જો આચાર્ય બને તો ઉચ્ચતર પગારના ધોરણની શરતો મુજબ કોઈ લાભના મળતો હોવાથી આચાર્ય સંઘમાં નારાજગી જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કોઈ શિક્ષકને શિક્ષક તરીકે જે પગાર મળતો હોય તો આચાર્ય બન્યા બાદ તે પગાર 25થી 30હજાર જેટલો ઓછો મળી રહ્યો છે.