મહિલાને જાહેરમાં માર મારવાના મામલે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી વિરૂદ્ધ 16 કલાક બાદ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી છે. આ કેસમાં રાયોટિંગ, મારામારી અને ધમકી આપ્યાનો મહિલાએ ઉલ્લેખ કર્યો હતો, જે અંગે પોલીસે ફરિયાદ નોંધી છે.
અમદાવાદમાં 16 કલાક બાદ બલરામ થવાણી સામે રાયોટિંગ અને મારામારીની નોંધાઈ ફરિયાદ - AHD
અમદાવાદઃ શહેરના નરોડામાં પાણીની વિકટ સમસ્યાને લઈને રવિવારે મહિલાઓ ધારાસભ્ય બલરામ થાવાણીની ઓફીસ બહાર વિરોધ કરવા પહોંચી હતી. જ્યાં ઉશ્કેરાયેલા ધારાસભ્ય બલરામ થાવાણીએ એક મહિલાને થપ્પડ મારી તેને લાતો મારી હોવાથી મહિલા ઘાયલ થઈ હતી. આ મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ
ઉલ્લેખનીય છે કે, મહિલાને રવિવાર સાંજથી અનેક લોકોના સમાધાન કરવા માટે ફોન આવી રહ્યા હતા, પરંતુ મહિલાએ ફરિયાદ નોંધાવી દીધી છે. જેથી પોલીસ હવે આ દિશામાં આગળ વધુ તપાસ હાથ ધરી રહી છે.