નામાંકિત ખાનગી તબીબોએ અમદાવાદની સરકારી કોવિડ હોસ્પિટલમાં સેવા આપવું શરૂ કર્યું
કોરોના દર્દીઓની સારવારમાં ખાનગી તબીબોને જોડાવાની મુખ્યપ્રધાનની અપીલને લઈને શહેરના ચાર ડોક્ટરો covid19 ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવારમાં જોડાયા છે અને આજથી જ તેમણે કોરોના દર્દીઓની સારવાર સુશ્રુષા શરૂ કરી દીધી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા રાજ્યવ્યાપી પગલા લીધાં છે. તે શૃંખલામાં મુખ્યપ્રધાને શહેરના ખાનગી તબીબોને પણ આ સેવાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી.
નામાંકિત ખાનગી તબીબોએ અમદાવાદની સરકારી કોવિડ હોસ્પિટલમાં સેવા આપવું શરુ કર્યું
અમદાવાદઃ આ અપીલના ભાગરૂપે શહેરના નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલમાંની મુલાકાત લઈ દર્દીઓની સેવા સારવારમાં જોડાયાં હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ પરિસરમાં કોવિડ હોસ્પિટલ ઉપરાંત કેન્સર હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે.