અમદાવાદઃ નમસ્તે કરતાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અમદાવાદના જે માર્ગો પરથી પસાર થવાના છે તેની પરથી જઈ રહેલ શહેરીજનોની આંખો ચાર થઈ રહી છે અને તેમને કદાચ વિશ્વાસ કરવો મુશ્કેલ પડી રહ્યો છે કે આ એમનું અમદાવાદ છે. એ હદે અમદાવાદના માર્ગો સાંજ પડતાં જ રોશનીથી ઝળાંહળાં થઈ રહ્યાં છે.
મોદી-ટ્રમ્પના કાફલાના માર્ગે પામવૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં ડેકોરેટીવ લાઈટસ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. રસ્તાઓ પહોળા અને રિસરફેસ કરાયા છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમને આખરી સ્પર્શ આપવામાં આવી રહ્યો છે
અમદાવાદનો આ સુંદર નજારો વર્ષો સુધી રહેશે યાદ, થેન્ક્યૂ ટ્રમ્પ - અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે
24 ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે તેમ જ અમેરિકા માટે પણ ખૂબ જ યાદગાર બનવા જઈ રહ્યો છે. વાત જ્યારે સ્વાગતનો, આતિથ્યની હોય તો સાજશણગારથી દૂર રહી શકાતું નથી. એટલે જ મેગાસિટી અમદાવાદને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇને ખૂબસૂરતીથી છલકાવી-ઝગમગાવી દેવામાં આવ્યું છે.
trump
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તો દિવસના ભાગમાં આવીને ગણતરીના કલાકોમાં ઉપડી જવાના છે પરંતુ અમદાવાદીઓને માટે આ સુંદર નજારો થોડાસમય માટે યાદગાર સ્વરુપે માણવા મળી રહ્યો છે એ પાકું છે. આવો નિહાળીએ અમારા સંવાદદાતા પાર્થ શાહ અને પાર્થ જાની દ્વારા વિડીયો રીપોર્ટ