ગુજરાત

gujarat

ETV Bharat / state

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલનો મેડિકલ સ્ટાફને અતિરિક્ત પગાર ચૂકવવાનો નિર્ણય

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની સમાજોપયોગી સંસ્થા દ્વારા સંચાલિત હોસ્પિટલે કોવિડ-19 સામે મોખરે રહીને લડતા એના મેડિકલ વોરિયર્સને અતિરિક્ત પગાર અને અન્ય લાભ આપવાનો નિર્ણય કર્યો છે

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલનો મેડિકલ સ્ટાફને અતિરિક્ત પગાર ચુકવવાનો નિર્ણય
રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલનો મેડિકલ સ્ટાફને અતિરિક્ત પગાર ચુકવવાનો નિર્ણય

By

Published : Apr 14, 2020, 8:04 PM IST

મુંબઈ- કોવિડ-19ની સારવારમાં સક્રિયપણે સંકળાયેલા મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના કર્મચારીઓને એક મહિનાનો અતિરિક્ત પગાર મળશે, જ્યારે સેવન હિલ્સ હોસ્પિટલ, ઇમરજન્સી રૂમ (ઇઆર) અને બે આઇસોલેશન રૂમમાં કાર્યરત ફ્રન્ટલાઇન સ્ટાફને અતિરિક્તના પગારની સાથે-સાથે વધારે નાણાંકીય ચૂકવણીનો લાભ પણ મળશે.

સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (આરએફએચ)ના ચીફ એક્ઝિક્યુટિવ તરંગ જ્ઞાનચંદાનીએ સ્ટાફને પત્ર લખીને જણાવ્યું હતું કે, “અમે આરએફએચની સંપૂર્ણ ટીમના આભારી છીએ, જેઓ કોવિડ-19 સામેની આ લડાઈમાં ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે. આપણે સાચાં યોદ્ધા અને રિયલ હીરો છીએ. આ મુશ્કેલ સ્થિતિસંજોગોમાં, ખાસ કરીને સેવન હિલ્સની આપણી ટીમ અને આરએફએચમાં ઇઆર આઇસોલેશન યુનિટમાં રહેલી આપણી ટીમ સહિત તમારા બધાના અપ્રતિમ પ્રતિબદ્ધતા, ધૈર્ય અને સહકાર પર અમને ગર્વ છે.” તેમણે જણાવ્યું હતું કે, આરએફએચ સ્ટાફની દર્શાવેલા સતત પ્રયાસો અને ઉત્સાહ બદલની પ્રશંસા કરવા માટેનું એક પ્રતિકાત્મક પગલું છે.

તેમણે પત્રમાં લખ્યું હતું કે, “અમારા તમામ કર્મચારીઓએ અમને આ મુશ્કેલ સમયમાં સક્રિય સાથ સહકાર આપ્યો છે તેમના આભાર અને પ્રશંસાની ચેષ્ટા સ્વરૂપે તેમને એક મહિનો વધારે સીટીસી (પગાર) આપવાનો મેનેજમેન્ટે નિર્ણય લીધો છે. સેવન હિલ્સ, ઇઆર અને બે આઇસોલેશન રૂમમાં કાર્યરત આપણા સાહસિક ફ્રન્ટલાઇન સ્ટાફની કામગીરીને બિરદાવવા માટે એક મહિનાના સીટીસી ઉપરાંત વધારે રકમ ચુકવવામાં આવશે.” હાલ કટોકટીના સમયમાં ઘરગથ્થું ચીજવસ્તુઓ મેળવવામાં અસુવિધા પડે છે એને ધ્યાનમાં રાખીને હોસ્ટેલમાં ન રહેતાં અને આરએફએચમાં કાર્યરત અને હોસ્પિટલમાં આવતા સ્ટાફ વચ્ચે ગ્રોસરીની બેગ વહેંચવામાં આવશે.

તેમણે પત્રમાં એવું પણ જણાવ્યું હતું કે, “અમે ઇઆર અને અન્ય તમામ એરિયામાં અમારા ફ્રન્ટલાઇન વોરિયર્સ માટે શ્રેષ્ઠ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ થાય એવી સુનિશ્ચિતતા કરી છે, જ્યાં અમારો સ્ટાફ વધારે જોખમ ધરાવતા એરિયા, સેવન હિલ્સ અને આરએફએચમાં કોરોનાના પુષ્ટિ થયેલા અને શંકાસ્પદ કેસો ધરાવતા એરિયામાં કાર્યરત છે.” ઉપરાંત તમામ વિઝિટિંગ કન્સલ્ટન્ટ (મેડિકલ અને સર્જિકલ) માટે 15 માર્ચથી કોઈ સંલગ્ન દર નહીં લેવામાં આવે. સાથે સાથે આરએફએચના તમામ કર્મચારીઓને ફ્રી બસ સર્વિસ પ્રદાન કરવામાં આવશે, જેમાં મુસાફરી દરમિયાન અને આરએફએચમાં આગમન સમયે પાણી, બિસ્કિટ અને માસ્ક આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આરએફએચમાં સંપૂર્ણ સ્ટાફને નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવશે.


જ્ઞાનચંદાનીએ કહ્યું હતું કે, “વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, જો તમને કે તમારા પરિવારના કોઈ પણ સભ્યને કોવિડ-19 થાય કે કોઈ તબીબી સહાયની જરૂર પડે, તો અમે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં આરઆઇએલના સાથ સહકાર સાથે સારવાર આપવા અને તમામ તબીબી ખર્ચ ઉઠાવવા પ્રતિબદ્ધ છીએ.”

ABOUT THE AUTHOR

...view details