અમદાવાદ:વડાપ્રધાનએ લખાયેલું પુસ્તકને ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ 14મી માર્ચથી શરૂ થનાર ધોરણ-10 તથા ધોરણ-12 (તમામ પ્રવાહ)ના વિદ્યાર્થીઓ માટે તથા તમામ રાજ્યોની શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષક-અધ્યાપકો અને તેમના વાલીઓને અત્યંત ઉપયોગી તેમજ પ્રકરણવાર 1 થી 34 નવા મંત્રો સાથેનું ‘એકઝામ વોરિયર્સ’ પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રસપ્રદ શૈલીમાં રચાયું છે.
આ પણ વાંચો PM MODI VISIT: કર્ણાટક-મહારાષ્ટ્રમાં મોદી કરોડોના હાઈવે પ્રોજેક્ટને ખુલ્લા મૂકશે, ડ્રોન સહિતના ઉપયોગ પર પ્રતિબંધ
પરીક્ષા એક ઉત્સવ:દરેક વિદ્યાર્થી પરીક્ષાર્થી, તેના વાલી તથા શિક્ષણપ્રેમીઓ માટે આ પુસ્તક અદ્વિતીય, પથદર્શક અને દીવાદાંડીરૂપ છે. વડાપ્રધાન દ્વારા આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને એક ઉત્સવ તરીકે આનંદભેર ઉજવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. દરેક પ્રકરણમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃતિઓ આપવામાં આવી છે.‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણમાં અપેલી સંકલ્પનાઓ યુવાનોને પોતાની રીતે પોતાના જીવનને ઘડવામાં મદદરૂપ થશે. આ સંકલ્પનાઓ પુસ્તકમાં જુદા-જુદા મંત્રો તરીકે મૂકવામાં આવી છે.
આ પણ વાંચો Pathan Movie Release: PM મોદી રાજ્ય ગુજરાતમાં જ પઠાણ ફિલ્મની રિલીઝ માટે સુરક્ષાની કરાઈ માંગ
એક્ઝામ વોરિયર્સ પુસ્તક:1થી 28 મંત્રો મુખ્યત્વે વિદ્યાર્થીઓ માટે છે. પરીક્ષાખંડમાં મહત્વની નાની બાબતોથી લઈને વર્ગખંડની બહાર જવા સુધી, પોતે પોતાની જ સાથે સ્પર્ધા કરવાથી લઈને પોતાને શોધવા સુધી, સમય વ્યવસ્થાથી લઈને ટેકનોલોજી સુધી, કૃતજ્ઞતાથી લઈને લક્ષ્ય નિર્ધારણ સુધી આ પુસ્તક વિવિધ વિષયોને સ્પર્શે છે, જે યુવાનોને ખુબ જ રસપ્રદ લાગશે.
પુસ્તકમાં આવરી લેવામાં છે:ટેકનોલોજીની ભૂમિકા, બાળકોને પ્રોત્સાહનનું મહત્વ, બાળકોને પૂર્વગ્રહ વિના પરીક્ષા માટે તૈયાર કરવા, માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવી, સકારાત્મક વાતાવરણ સ્થાપિત કરવામાં માતા-પિતાની નિર્ણાયક ભૂમિકા વગેરે વિષયો આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકનું અદ્યતન ગુજરાતી સંસ્કરણ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ, માતા-પિતા તેમજ સમગ્ર શિક્ષણજગત સાથે સંકળાયેલ તમામ લોકો માટે ખૂબ જ પથદર્શક અને પ્રેરણાદાયી બની રહેશે.