અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના મુખ્ય અંશો જુઓ - અમદાવાદ ન્યુઝ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ 22 કિમીનો રોડ શો પૂરો કરીને મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચ્યાં હતાં. અહીં જય-જય કારા ગીતથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીનું ખાસ પ્રકારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના મુખ્ય અંશો જુઓ
અમદાવાદ : આ તકે મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોને સંબોધન કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના મુખ્ય અંશો જુઓ
- દીકરી ઈવાન્કાની ભારતના હૈદરાબાપદની મુલાકાતને યાદ કરી ટ્રમ્પે ખાસ તેમની દીકરીનો પણ આભાર માન્યો હતો
- ભારત-અમેરિકાનું બજાર એક બીજા માટે બનેલુ છે
- કટ્ટર ઈસ્લામિક આતંકવાદને ખતમ કરીશું
- પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી પડશે
- અંતરિક્ષ ક્ષેત્રે બંને દેશોના સંબંધો સારા થશે
- સંરક્ષણ સોદાને મજબૂત કરીશું, આ તકે બંને દેશોની સેના સંયુક્ત અભ્યાસ કરશે
- દેશ સામે જે પણ જોખમ હશે તેને દરેક સંજોગોમાં રોકવામાં આવશે
- બંને દેશો આતંકવાદ સામે સાથે મળીને કામ કરશે
- કોઇ પણ દેશ પોતાની સીમાનું રક્ષણ કરતો હોય છે
- અમે અલ બગદાદીનો ખાતમો કર્યો છે
- સમગ્ર કાર્યક્રમ દરમિયાન આવતીકાલે દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવીશું
- શસ્ત્ર સાધનોના MOU કરવામાં આવશે
- અમેરિકામાં રહેતો દર ચોથો વ્યક્તિ ગુજરાતી છે, ઈચ્છીએ છીએ કે બંને દેશોના સંબંધો સારા રહે
- ટ્રમ્પે ગાંધીજીની દાંડીયાત્રાનો ઉલ્લેખ કર્યો
- બોલિવૂડની ફિલ્મોનો ઉલ્લેખ
- સરદાર પટેલની મૂર્તિ બનાવી ભારતે ઈતિહાસ રચ્યો
- હોળી અને દીવાળીનો પણ ઉલ્લેખ કર્યો
- મોદીના નેતૃત્વમાં દરેક ઘરમાં વીજળી પહોંચી છે
- ટ્રમ્પે બોલિવૂડની ફિલ્મ DDLJ, મહાન ક્રિકેટર સચીન તેંડુલકર અને હાલના કેપ્ટન વિરાટ કોહલીને પણ યાદ કર્યા
- ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરા સ્ટેડિયમમાં આવીને ઘણો આનંદ થયો છે
- વડાપ્રધાન મોદી મારા સાચા મિત્ર છે
- દરેક લોકો પીએમ મોદીને પ્રેમ કરે છે
- અમેરિકા હંમેશા ભારતનું ખાસ મિત્ર રહેશે
- દુનિયામાં ભારતને ઘણી સફળતા મળી છે