ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : ભીંત સૂત્રો લખીને ભાજપે ફૂંક્યું ચૂંટણીનું બ્યૂગલ - ભાજપના ભીતસૂત્રો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપના નેતાઓએ બ્યુગલ ફૂંક્યું છે. તેને લઈને (BJP slogans 2022) ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આધુનિક પદ્ધતિઓ થકી ચૂંટણી પ્રચાર કરી જનતા સુધી પહોંચવાના તમામ પ્રયત્નો હાથ ધરશે.

Gujarat Assembly Election 2022 : ભીતસૂત્રો લખીને ભાજપના નેતાઓએ વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું
Gujarat Assembly Election 2022 : ભીતસૂત્રો લખીને ભાજપના નેતાઓએ વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું

By

Published : Mar 14, 2022, 7:56 AM IST

Updated : Mar 14, 2022, 1:14 PM IST

અમદાવાદ : ચાર રાજ્યોમાં ભાજપનો વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં (PM Narendra Modi visits Gujarat) આગમન અને ભવ્યાતિભવ્ય રેલીઓ સાથે લાખો લોકો સુધી પ્રત્યક્ષ મેળાપ તે ગુજરાતમાં વહેલી ચૂંટણીની નિશાની છે. તેના જ અનુસંધાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અમદાવાદ એરપોર્ટ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી અંતર્ગત પ્રક્રિયા સંદર્ભે ભીત સુત્રો લખવાના કાર્યક્રમનો આરંભ કર્યો હતો.

કયા સ્લોગન લખાયા ? -ભાજપના નેતાઓએ ભીંત સૂત્રો પૈકી "મોદીનું ગુજરાત અને ગુજરાતના મોદી", "ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ", "સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ" એમ મુખ્ય સ્લોગન પોતાના સ્વહસ્તે ભીંત પર બનાવીને વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવા ભાજપના કાર્યકર્તાઓ સજ્જ છે. તેવું આહવાન કરી ચૂંટણી (BJP's Preparations for Elections in Gujarat) અભિયાનનું બ્યુગલ ફૂંકાયું હતું.

આ પણ વાંચો :PM Modi Gujarat Visit : સંગઠન વધુ મજબૂત કરો, ટોપી અને ખેસ હવે ભાજપની ઓળખ

આધુનિક પદ્ધતિથી લોકો સુધી પહોંચશે -ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજ રોજ સુરત અને અમદાવાદ ખાતે ભીંત ચિત્ર - વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનો આરંભ કાર્યકર્તાઓ (Gujarat Assembly Election 2022) દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપ છેલ્લા 05 વર્ષ દરમ્યાન કરેલ કાર્યોને પ્રજા સુધી લઈ જવાશે. ભાજપ ગુજરાતમાં 25 વર્ષથી વધુથી શાસન કરીને અનેક યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે. ભાજપ નવી તેમજ આધુનિક તમામ પદ્ધતિ થકી ચૂંટણી પ્રચાર કરી જનતા (BJP Slogans 2022) સુધી પહોંચવાના તમામ પ્રયત્નો હાથ ધરશે.

આ પણ વાંચોઃPM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અમદાવાદમાં - શાહ પણ આવશે, સંયોગ કે આયોજન?

કયા નેતાઓએ ભીત સૂત્રો લખ્યા ? -આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત, પ્રદેશ મહા પ્રધાન પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા, અમદાવાદ મહાનગરના અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના પ્રધાન પ્રદીપ પરમાર, પ્રધાન જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર, પ્રદેશ સહ પ્રવક્તા ડો ઋત્વિજ પટેલ સહિત પ્રદેશ તેમજ શહેરના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Mar 14, 2022, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details