રેડ ડિવિઝન એટલે H ડિવિઝનના આંતરિક રસ્તા બંધ - કોરોના રેડ ઝોન
અમદાવાદમાં કોરોના કહેર છે. ત્યારે પૂર્વ વિસ્તાર એવા રખિયાલ, બાપુનગર અને ગોમતીપુરમાં અનેક કોરોનાના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. અમદાવાદ પોલીસના એચ ડિવિઝિનમાં બાપુનગર, ગોમતીપુર અને રખિયાલ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. ત્યારે આ એચ. ડિવિઝન હવે રેડ ડિવિઝન બન્યું હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ : રેડ ઝોન બાબતે ઈટીવી ભારતે આજે એચ ડિવિઝન એ.સી.પી. પીએમ. પ્રજાપતિ સાથે વિશેષ વાત કરી હતી જેમાં પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રખીયાલ ગોમતીપુર અને બાપુનગર વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ત્રણેય વિસ્તારમાં આંતરિક રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. ફક્ત મુખ્ય રસ્તાઓ જ વાહનોની અવરજવર માટે છે. પણ ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. ઉપરાંત ગોમતીપુરમાં 3 કન્ટેનમેન્ટ ઝોન, રખીયાલમાં 2 અને બાપુનગરમાં 1 કન્ટેનમેન્ટ ઝોન છે. ત્યાં પણ કન્ટેનમેન્ટ ઝોનની એન્ટ્રી અને એક્ઝિટ પર મેડિકલ ટીમ સાથે પોલીસના પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને બિનજરૂરી લોકોને રસ્તા પર આવતા રોકીયે છીએ પણ જો કોઈ આવી રીતે રસ્તા પર ફરે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.