ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC દ્વારા ગત સપ્તાહમાં 12,54,150 રૂપિયા દંડની કરાઇ વસુલાત - Ahmdabad

અમદાવાદઃ શહેરને સ્વચ્છ રાખવા માટે અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ શહેરને પ્રથમ નંબરે લાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ બન્યું છે. AMC દેશમાં સૌપ્રથમ એવું કોર્પોરેશન છે, જ્યાં જાહેરમાં થૂંકનારને પણ દંડ કરવામાં આવે છે.

amc

By

Published : May 13, 2019, 11:17 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 6 મે થી 12 મે સુધી અઠવાડિયામાં શહેરના 48 વોર્ડમાં જાહેરમાં થૂંકનાર 412 લોકો પાસેથી AMC એ 48700નો દંડ વસુલ્યો હતો. જ્યારે જાહેરમાં લઘુશંકા કરનાર 137 લોકો પાસેથી 11,350 રૂપિયા દંડની વસુલાત સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા બદલ 1000 લોકો પાસેથી 5,95,250 રૂપિયા દંડ વસુલાયો હતો. સોલિડ વેસ્ટના ભંગ બદલ 1091 લોકો પાસેથી 5,98,850 રૂપિયા દંડ વસુલ્યો છે. આમ કુલ 2,640 લોકો પાસેથી 12,54,150 રૂપિયા દંડની વસુલાત આ અઠવાડિયામાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details