અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસોની (Record break Corona) સંખ્યામાં દિનપ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. દરરોજ કોરોના ગુજરાતના હજારો લોકોને પોતાનો શિકાર બનાવે છે, ત્યારે ગુજરાતના મંગળવારના કોરાનાના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં કોરોનાના કુલ 17,119 કેસો સામે આવ્યાં છે, જે પહેલી અને બીજી લહેરની સરખામણીમાં રેકોર્ડ બ્રેક કેસો છે. આ સાથે કોરોનાની ઝપેટમાં અમદાવાદ IIMના 34 લોકો (Covid in IIM Ahmedabad) પણ આવી ગયાં છે.
અમદાવાદ IIMમાંથી 34 લોકો પોઝિટિવ
અમદાવાદ IIMમાં (Ahmedabad IIM) મંગળવારએ 115 લોકોના કોરોના ટેસ્ટીંગ કરાયા હતા, જેમાં 34 લોકો પોઝિટિવ આવ્યાં છે. આ પોઝિટિવ કેસોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનો સમાવેશ થાય છે. આ સમાચાર IIM કેમ્પસમાં ફરી વળતાં ફફડાટ અને હાહાકાર મચી ગયો છે.
અમદાવાદમાં કોરોનાના નવા 6078 કેસ