ગુજરાત

gujarat

ETV Bharat / state

લક્ષણો હોવા છતાં જો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો હવે મફત HRTC ચેસ્ટ ટેસ્ટ થશે - Recent decisions taken by Ahmedabad Municipal Corporation

ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. અમદાવાદ બાદ હવે સુરતની સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે કોરોનાના જંગમાં અમદાવાદ કોર્પોરેશને ગરીબ દર્દીઓના હિતમાં ખૂબ જ મોટો નિર્ણય લીધો છે.

લક્ષણો હોવા છતાં જો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો હવે મફત HRTC ચેસ્ટ ટેસ્ટ થશે
લક્ષણો હોવા છતાં જો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો હવે મફત HRTC ચેસ્ટ ટેસ્ટ થશે

By

Published : Jul 26, 2020, 3:01 PM IST

Updated : Jul 26, 2020, 6:42 PM IST

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. અમદાવાદ બાદ હવે સુરતની સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે કોરોનાના જંગમાં અમદાવાદ કોર્પોરેશને ગરીબ દર્દીઓના હિતમાં ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. AMC 4500ની કિંમતનો અત્યંત વિશ્વસનીય ટેસ્ટ HRCT Chest (Thorax) તમામ અર્બન કેન્દ્રોના ઓપીડી પ્રિસ્ક્રિપ્શનથી મફતમાં થશે.

અમદાવાદ મહાનગરપાલિકાએ તાજેતરમાં લીધેલા નિર્ણય પ્રમાણે, કોરોનાના લક્ષણો હોવા છતાં રેપીડ ટેસ્ટ નેગેટીવ આવે ત્યારે હવેથી અર્બન કેન્દ્રોના મેડિકલ ઓફિસર ખાનગી પ્રતિષ્ઠીત ડાયોગ્નોસ્ટીક સેન્ટરમા દર્દીનો HRCT Chest નિઃશુલ્ક કરાવી શકશે.

શહેરના તમામ નાગરિકોને આનો નિઃશુલ્ક લાભ મળશે અને શરુઆતમાં માઇલ્ડ સ્ટેજમાં જ દર્દીનું સચોટ નિદાન થઇ જતાં પેશન્ટને મોડરેટ કે સિવિયર(ગંભીર) સ્ટેજમા જતાં અટકાવી શકાશે.

Last Updated : Jul 26, 2020, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details