રાજ્યના મુખ્યપ્રધાને કહ્યું છે કે, હું ભષ્ટ્રાચારીઓ સામે લડવા માંગુ છું, પણ ખરેખર મુખ્યપ્રધાન વિજયભાઈએ ફેસબૂક પર એ પણ પોસ્ટ લખવી જોઈએ કે, ભાજપના ક્યા નેતાઓ ભષ્ટ્રચારમાં ગળાડૂબ છે.
CMની પોસ્ટ વિરૂદ્ધ કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા, કહ્યું- સંપૂર્ણ સરકાર ભ્રષ્ટાચારી છે - ભાજપ નહી આખી સરકાર ભષ્ટ્રાચારી છે
અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને ભષ્ટ્રાચાર મુદ્દે સંદેશ આપતી પોસ્ટ કરી છે. જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, ભાજપ નહિ પરંતુ આખી સરકાર ભષ્ટ્રાચારમાં ગળાડૂબ છે.
વિજયભાઈ રૂપાણીએ ભષ્ટ્રાચારની વાત કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને સંબોધ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભષ્ટ્રાચારને રોકવા માટે પંચાયતો પાસેથી પાવર લઈ લીધો છે અને મોટાભાગની ફાઈલોની મંજૂરી ઓનલાઈન કરી છે. CM કહી રહ્યા છે કે, ભષ્ટ્રાચારીઓ સામે લડવા માંગુ છું, ત્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભષ્ટ્રાચારીઓ 25 વર્ષથી શાસન કરી રહ્યા છે અને તેઓ જ ભષ્ટ્રાચારની વાત કરી રહ્યા છે.
થોડા સમયમ પહેલા અડધી પીચ પર રમવાની વાત કરતા હતા, ત્યારે હવે ચારે બાજુથી ઘેરાયેલા મુખ્યપ્રધાન આવા પ્રકારની વાત કરે છે કે તેમને દબાણ કરવામા આવી રહ્યું છે. વિજયભાઈ એક તરફ ભષ્ટ્રાચારની વાત કરે છે, ત્યારે બીજી તરફ અધિકારીઓ પર ભષ્ટ્રચારના કેસ કરતાં પહેલા સરકારની મંજૂરી લેવાનુ ફરમાન કર્યુ છે. ભાજપના ક્યા નેતાઓ ભષ્ટ્રચારમા ગળાડૂબ છે. તેની પણ પોસ્ટ કરવી જોઈએ. રૂપાણી ભાજપમા આંતરીક લડાઈ લડી રહ્યા છે, ત્યારે પક્ષના ક્યા લોકો તેમને દબાણ કરી રહ્યા છે. તેનો પણ ઉલ્લેખ કરવો જોઈએ.