ગુજરાત

gujarat

ETV Bharat / state

‘રંગલા’ના અવસાનથી ભવાઈની દુનિયામાં છવાયો અંધકાર - DR. jayanti patel

અમદાવાદઃ ગુજરાતી સાહિત્યમાં રંગલા તરીકે જાણીતા ડૉ. જયંતિ પટેલનું 93 વર્ષની ઉંમરે અવસાન થયું છે. આ મહાન વ્યક્તિત્વના જવાથી ભવાઈની દુનિયામાં અંધકાર છવાઈ ગયો છે. જયંતિ પટેલે પોતાના જીવનના બધા જ વર્ષો ભવાઈને લોકોના હૃદયમાં જીવતા રાખવા માટે અર્પણ કરી દીધા હતા. તેમણે માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ આપણી ગુજરાતી સંસ્કૃતિ ભવાઈને જીવતી રાખી લોકોના હૃદય સુધી પહોંચાડી છે.

રંગલાના અવસાનથી ભવાઈની દુનિયામાં છવાયો અંધકા

By

Published : May 30, 2019, 8:30 AM IST

Updated : May 30, 2019, 10:32 AM IST

એક રીતે કહેવા જઈએ તો, અત્યાર સુધી ભવાઈને જીવતી રાખવાનાર રંગલા તરીકે જાણીતા ડૉ. જયંતિ પટેલનું અવસાન 27 મેના રોજ થયું છે. કવિ મનીષ પાઠક જણાવે છે કે, “રંગલાને કાયમ હસતા જ જોયા છે અને લોકોને હસાવતા. હું તેમને મળ્યો ત્યારે મને લાગ્યું નહિ કે, હું કોઈ 87 વર્ષના માણસને મળી રહ્યો છું. મને તો એવું જ લાગ્યુ કે, કોઈ મિત્રને મળી રહ્યો છું. તેમનું વ્યક્તિત્વ હંમેશાથી પ્રભાવિત રહ્યું છે અને તેમણે લખેલા પુસ્તકો આજે પણ લોકોને એટલા જ હસાવે છે.”

રંગલાના અવસાનથી ભવાઈની દુનિયામાં છવાયો અંધકાર

ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી પ્રફુલ રાવલ જણાવે છે કે, “રંગલો ખુબ જ સાદાઈથી જીવતો માણસ હતો અને હંમેશા બધાને ખુશ રાખવામાં જ માનતો હતો. તે લોકોનો જ માણસ હતો ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ નથી રાખ્યો. ભવાઈને લોકો વચ્ચે લાવનાર માણસ એટલે જ આ રંગલો. તે આવે ત્યારે દૂરથી જ ખબર પડી જાય કે આ રંગલો જ છે. રંગલાને કાયમ માથે ટોપી પહેરવાની આદત, સાદા કપડાં અને હંમેશા તેમના મોઢા પર રહેતી હસી. પટેલને જયારે વિદેશ જવાનું થયું ત્યારે પણ ત્યાં જઈને તેમને ભવાઈને જીવતી રાખી અને લોકો સુધી પહોંચાડી છે. તેમની ખોટ હંમેશા ભવાઈની દુનિયામાં વર્તાતી રહેશે.”

Last Updated : May 30, 2019, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details