ગાંધીનગર : રાજ્યમાં લૉક ડાઉનને લઇને લોકોને ઘઉ, ચોખા, ખાંડ, દાળ સહિતની વસ્તુ ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારને મળી રહે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. આગામી 13 એપ્રિલથી એપીએલ કાર્ડ ધરાવતા કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજનું 17 હજાર સસ્તાં અનાજની દુકાનો પરથી મેળવી શકશે. એપીએલ કાર્ડધારક કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, કિલો ખાંડ, અને 1 કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે.
APL કાર્ડધારકોને મફતમાં રેશન, પણ નંબર પ્રમાણે વિતરણની વ્યવસ્થા - એપીએલ કાર્ડ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે આગામી 13 એપ્રિલથી એપીએલ કાર્ડ ધરાવતાં કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજનું 17 હજાર સસ્તાં અનાજની દુકાનો પરથી મેળવી શકશે.
વધુ માહિતી આપતા મુખ્યપ્રધાનના સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, સસ્તા અનાજની દુકાનેથી અનાજ લેવા આવતાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને નિર્ધારીત કરેલી તારીખે જ અનાજ લેવા માટે આવવાનું છે. આ સાથે અનુરોધ કર્યો છે કે, જે લોકો સક્ષમ છે અને વિનામૂલ્યના અનાજની જરૂર નથી તેવા લોકોએ પોતાનો લાભ જતો કરવો જોઇએ. જેથી જરૂરીયાતવાળા લોકોને પુરવઠો જલદી પહોંચાડી શકાય. આ સાથે જ અનાજ વિતરણ કરતી દુકાનોએ અનાજ વિતરણનું એક રજિસ્ટ્રર મેન્ટેઇન કરવાનું રહેશે. આ અનાજના વિતરણ માટે ગામના શિક્ષક, તલાટી સમાજના અગ્રણીની એક સમિતિ બનાવામાં આવશે જે આ અનાજ વિતરણની સમગ્ર પ્રક્રિયા પર ધ્યાન રાખશે.
અનાજના વિતરણ માટે જે તે કાર્ડ ધારકો માટે તારીખ નિર્ધારીત કરવામાં આવી છે.
જે કુટુંબના રેશનકાર્ડનો છેલ્લો આકડો 1 કે 2 હોય તેવા 13 એપ્રિલના રોજ અનાજ મેળવી શકશે. જે કુટુંબના રેશનકાર્ડનો છેલ્લો આકડો 3 કે 4 હોય 14 એપ્રિલના રોજ અનાજ મેળવી શકશે. જે રેશનકાર્ડ ધારકનો છેલ્લો આંકડો 5 કે 6 હોય તેને 15 એપ્રિલના રોજ અને જેનો છેલ્લો આકડો 7 કે 8 હોય તે 17 એપ્રિલના રોજ ફ્રીમાં અનાજ મેળવી શકશે. જે લોકો કોઇ કારણોસર અનાજ મેળવી નથી શક્યાં તે લોકો 18 એપ્રિલના દિવસે અનાજ મેળવી શકશે. પરંતુ નિર્ધારિત કરેલી તારીખ સિવાય કોઇને રેશન કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવશે નહી.
આ સંજોગોમાં ખાનગી કંપનીઓ, મિલોમાં કામ કરતા શ્રમિકોને કોઇ કંપની પગાર અટકાવી નહીં શકે તેમ જ તેઓ કર્મચારીઓને છૂટાં પણ નહી કરી શકે. આ પ્રકારની ફરિયાદ હોય તો કોઇ પણ કર્મચારીઓ 1077 પર કોલ કરીને ફરિયાદ કરી શકે છે. તેમ જ જે લોકો કર્મચારીઓ છે તેમની માટે ધન્વતરી રથ પણ શ્રમિકોને સ્થળ પર જઇને ચકાશણી કરે છે. જિલ્લાકક્ષાએથી 10,359 કોલ્સ કરવામાં આ્વ્યાં છે તેમ જ નોકરીદાતા માલિકોને ઇ મેઇલ અને વોટ્સ્એપ પર પણ કરવામાં આવ્યાં છે. 20,214 એકમોએ 7,38,313 શ્રમિકોને 1269 કરોડની ચૂકવણી કરી દીધી છે.