ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકાર અને કોર્ટના આદેશ અનુસાર રથયાત્રા યોજાશે : દિલીપદાસજી મહારાજ

ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે હજુ પણ સરકાર કે પોલીસ તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેવામાં હાઇકોર્ટમાં કોરોના વાઇરસની મહામારીને લઈને રથયાત્રા ન યોજવા માટે અરજી કરવામાં આવી છે. જે સંદર્ભે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પ્રતિક્રિયા આપી હતી.

સરકાર અને કોર્ટના આદેશ અનુસાર રથયાત્રા યોજવામાં આવશે : દિલીપદાસજી મહારાજ
સરકાર અને કોર્ટના આદેશ અનુસાર રથયાત્રા યોજવામાં આવશે : દિલીપદાસજી મહારાજ

By

Published : Jun 18, 2020, 5:37 PM IST

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે હજુ પણ સરકાર કે પોલીસ તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેવામાં હાઇકોર્ટમાં કોરોના વાઇરસની મહામારીને લઈને રથયાત્રા ન યોજવા માટે અરજી કરવામાં આવી છે. જે અંગે મંદિરના મહંત દિલીપદાસજી કહ્યું હતું કે, સરકાર અને કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે અને તે મુજબ રથયાત્રા યોજવામાં આવશે.

સરકાર અને કોર્ટના આદેશ અનુસાર રથયાત્રા યોજવામાં આવશે : દિલીપદાસજી મહારાજ
ઓડિશાના જગન્નાથપુરીમાં યોજવામાં આવનારી રથયાત્રા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે નહીં નીકળે, ત્યારે કોરોના વાઇરસની મહામારીને લઈને અમદાવાદમાં પણ રથયાત્રા ન યોજવામાં આવે તે અંગે અરજી કરવામાં આવી છે, જે અંગે સુનાવણી હજુ બાકી છે, ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનની રથયાત્રા સરકાર અને કોર્ટના આદેશ મુજબ યોજવામાં આવશે.
સરકાર અને કોર્ટના આદેશ અનુસાર રથયાત્રા યોજવામાં આવશે : દિલીપદાસજી મહારાજ

મહત્વનું છે કે, મંદિર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જગન્નાથ પુરીની રથયાત્રા ન યોજવા કોર્ટે આદેશ કર્યો છે, પરંતુ અમદાવાદની રથયાત્રા યોજવા હાઇકોર્ટ મંજૂરી આપી પણ શકે છે. રથયાત્રા ન યોજાઇ પરંતુ મંદિરમાં ઉત્સવ થશે જેની તૈયારી શરૂ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details